તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનોખો વિરોધ:દ્વારકા જિલ્લામાં ઉભા થતાં વીજપોલ સામે ખેડૂતોએ દંડવત કરી અનોખો વિરોધ નોંધાવ્યો

ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખાનગી કંપની-ખેડૂતો વચ્ચે છઠ્ઠા દિવસે પણ સંઘર્ષ યથાવત
  • યોગ્ય વળતર ચૂકવવામાં આવતું ન હોવાનો આક્ષેપ, વીજ પોલના રૂટ પર પદયાત્રા કરશે

ખંભાળીયા પંથકમાં ખાનગી કંપની દ્વારા વિજપોલ ઉભા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.જેમાં વિજપોલ કંપની દ્વારા ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવતું ન હોવાના આક્ષેપો સાથે છેલ્લા છ દિવસથી ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહયો છે.જેમાં ખેડૂતો આશ્રયજનક કાર્યક્રમ કરી તંત્ર અને ખાનગી કંપનીનો અનોખો વિરોધ કરી રહ્યા છે.જેના ભાગરૂપે ખેડૂતોએ ઉભા થતા વિજપોલ સામે દંડવત કરી અનોખો વિરોધ નોંધાવ્યો હતો.

આ અંગે જિલ્લા પોલીસ વડા અને કલેક્ટરને મૌખિક રજુઆત કરી જણાવ્યું હતું કે, જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ અનુસાર પોલના ચાર પાયાની વચ્ચેની જગ્યા અને તાર આવે છે એ વિસ્તારમાં 46 મીટરની પહોળાઈ વાળી જગ્યા પૂરતા અને ખેડૂતો આદેશ માનવા બંધાયેલા છીએ બાકીની જગ્યામાં અમારા ખેતરમાં કંપનીવાળાઓને પગ મુકવા દેવો કે નહીં એ અમારો ખેડૂતોનો અબાધિત અધિકાર છે.ખેડૂતો દ્વારા એ પણ જણાવાયું છે કે વીજ કંપનીવાળાઓએ ખેડૂતોની કોઈ લેખિત સહમતી લીધી નથી, ખેડૂતોને કેટલું વળતર ચુકવવામાં આવશે.

કોઈ લેખિત બાંહેધરી લેખિત કરાર કરવામાં આવ્યો નથી. દ્વારકા જિલ્લામાં છેલ્લા 6 દિવસથી વિજપોલ ઉભા થવા સામે ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે ખેડૂતોમાંથી મળતી માહિતી મુજબ આગામી સમયમાં ખેડૂતો દ્વારા આ વિજપોલના રૂટ ઉપટ 2 દિવસની પદયાત્રા કરશે. ગુજરાતભરના ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહી ખેડૂતોને સમર્થન આપી વિરોધ નોંધાવાશે.

અન્ય સમાચારો પણ છે...