કાર્યવાહી:બોટની ખોટી માહિતી આપી 2 માસ માછીમારી મામલે ગુનો નોંધાયો

ખંભાળિયા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેવભૂમિ જિલ્લાના ઓખામાં કનકાઇ જેટી પર એસઓજીની કાર્યવાહી
  • માછીમારી બોટ ન હોવા છતા ખોટા નામની બોટનો ઉપયોગ કર્યાનું ખુલ્યું

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામાં કનકાઇ જેટી પર સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપની કાર્યવાહી દરમિ્યાન માછીમારી બોટ ન હોવા છતા ખોટા નામની બોટનો ઉપયોગ કરી બે માસ સુધી માછીમારી કરવા મામલે સલાયાના માછીમાર સામે ગુન્હાહિત કાવતરૂ રચી ફિશરીઝ સાથે ઠગાઇના ઇરાદે બોટની ખોટી માહિતી આપવા અંગે ગુનો નોંધાયો છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર દ્વારકા તાલુકાના ઓખા કનકાઈ જેટી ગોદી વિસ્તારમાં આરોપી હારૂન હુસેનભાઈ મામદભાઈ ભાયા(રે. જામ સલાયા)એ પૂર્વ યોજિત કાવતરું રચી ફૈઝાને મીરા સૈયદ અલી રજી.નં-આઈ.એન.ડી જી.જે.10.એમએમ.2233ની માછીમારી બોટ પર ફૈઝાને શાહ બુખારી રજી નં-જી.જે.37.એમએમ.1548 નામ નંબર લખી પાટિયું લગાવી દીધુ હતું.

એટલું જ નહીં ફિશરીઝ વિભાગના કર્મચારીઓ સાથે ઠગાઈ કરવાના ઇરાદે બોટની ખોટી માહિતી આપી હોવાનુ પોલીસ તપાસમાં સામે આવ્યુ હતુ. ફૈઝાને શાહ બુખારી રજી નં-જી.જે.37.એમએમ.1548ની માછીમારી બોટ ન હોવા છતાં પણ ખોટા નામની બોટનો ઉપયોગ કર્યો હતો અને આશરે બે માસ સુધી માછીમારી કરી હોવાનુ ખુલ્યુ હતુ.આ સમગ્ર મામલે ઓખા પોલીસે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી સઘન તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...