તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:દ્વારકા-મીઠાપુર અને ભાણવડ પંથકમાં જુગારના વ્યાપક દરોડા

ખંભાળિયા22 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસે જુગાર અંગેના ત્રણ દરોડા પાડી ગંજીપત્તાના પાના કુટતા 16 જેટલા શખસોને રંગેહાથ ઝડપી લીધા હતા. આ કાર્યવાહી દરમિયાન પોલીસે રૂ.32680ની મત્તા કબ્જે કરી

યાત્રાધામ દ્વારકા પંથકમાં જુગાર રમતા આલા સદાભાઈ નાજાણી, રજાક ઓસમાણભાઈ વયાણી, વસરામ મેપાભાઈ માતકાને પોલીસે રેઇડ દરમિયાન રૂ.6620ના મત્તા સાથે ઝડપી લીધા હતા. મીઠાપુર વિસ્તારમાંથી જુગાર રમતા રાજેશ મોહનભાઇ હાથીયા, ભાવેશ રામાંભાઈ સાગઠિયા, ઉકા હરદાસભાઈ ચાનપા, વિજય મેપાભાઈ સાગઠિયા, નાથા હરદાસભાઇ ચાનપા, દેવા હરદાસભાઈ ચાનપા, જગદીશ રાણાભાઈ હાથીયાને પોલીસે ગંજીપત્તાના પાના સહિત રોકડા રૂ.8420ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

ભાણવડ પંથકમાં જુગારની મહેફિલ માણતા દિપક નારાણભાઈ પીપરોતર, નાસીર જુસબભાઈ સમાં, પ્રભુદાસ ભીમદાસભાઈ ગોંડલીયા, નિલેશ ગોવાભાઈ સોલંકી, હિતેશ લખમણભાઈ પીપરોતર, પંકજ હાજાભાઈ પીપરોતરને પોલીસે રોકડા રૂ.17640ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...