ઉગ્ર રજૂઆતો:દ્વારકા જિલ્લા પંચાયતના વિકાસ કાર્યોને અધિકારીઓનું ગ્રહણ...?

દ્વારકા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
દ્વારકા જિલ્લા પંચાયત - ફાઈલ તસવીર - Divya Bhaskar
દ્વારકા જિલ્લા પંચાયત - ફાઈલ તસવીર
  • ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી ઓર્ડર મેળવી કામ ન કરનારને બ્લેક લિસ્ટ કરવાની લેખિત માંગણી કરાઈ

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતમાં માંડ માંડ કપરી સ્થિતિમાં ભારે પ્રયાસ કરી ભાજપે પાતળી બહુમતીથી કબ્જો કર્યો હતો.ત્યારે કેટલાક સમયથી જિલ્લા પંચાયતમાં અમુક નિભંર-જાડી ચામડીના અધિકારીઓના કારણે પ્રજાના વિકાસના કાર્યો ખોરંભે ચડી રહ્યાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. થોડા દિવસ પુર્વે જિલ્લા પંચાયતના સત્તાધીશો દ્વારા મુખ્યમંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી હતી. જેમાં કેટલાક અધિકારીઓના કારણે કામો ન થતા હોવાની ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી.

આટલુ જ નહી,દ્વારકા જિલ્લા ભાજપને હચમચાવી નાખે એવો કિસ્સો પ્રકાશમાં આવતા સ્થાનિક રાજકારણમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. જેમાં ખુદજિલ્લા પંચાયતના ભાજપના પ્રમુખ રાજીબેન મોરી ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન મંત્રીને સંબોધીને એક સનસનાટી ભર્યો પત્ર લખીને રોષ ઠાલવવામાં આવ્યો છે.

જેમાં જિલ્લા પંચાયત હેઠળ 2017-18 અને 19માં જુદી જુદી એજન્સીઓ દ્વારા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી કામના ઓર્ડર મેળવી લઈ આજ દિવસ સુધી કામ શરૂ નહીં કર્યા હોવાના જેથી કામ ન કરનાર તમામ કંપનીઓને બ્લેક લિસ્ટ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, કોન્ટ્રાકટરો સામે કાયદાકીય પગલાં લેવામાં આવે એવી લેખિત માંગણી સાથે ખુદ ભાજપના જ જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા માર્ગ અને મકાન મંત્રીને પત્ર પાઠવવામાં આવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.

છેલ્લા કેટલાક સમયથી પ્રજાહિતના કામો એક યા બીજી રીતે ખોરંભે ચડી જતા હોય લાંબા સમયથી ન થતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામેલ છે. જ્યારે વધુમાં ખુદ જિલ્લા પંચાયતના પ્રમુખે જ એકરાર કરતા હોય તેમ ભાજપના મંત્રીને કામ ન કરતી હોવાની કંપનીઓ તથા કોન્ટ્રાકટરો બ્લેકલીસ્ટ કરવાની માંગણી કરવા પડી હોય તો સ્થાનિક જવાબદાર અધિકારીઓ કોન્ટ્રાકટરો કે જવાબદારો સામે પગલાં લેવા કેમ અચકાતા હશે? તે સવાલ ઉઠ્યો છે.

જિલ્લા પંચાયતમાં સ્પષ્ટ બહુમતી ભાજપની હોવા છતાં ભાજપના જ પદાધિકારીઓને કેટલાક અધિકારીઓ ગાંઠતા ન હોવાનો સુર ઉઠવા પામ્યો છે તેવું આ પત્ર ઉપરથી ચોક્કસ પણે જોવા મળી રહ્યું છે. સત્તાધીશો દ્વારા પ્રજાના કામ માટે છેક ઉચ્ચ કક્ષા સુધી રજુઆત કરવી પડતી હોય તો સામાન્ય નાગરિકોની કેવી કફોડી પરિસ્થિતિ સ્પષ્ટ પણે જોવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...