તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિલધડક ઓપરેશન:દ્વારકા પોલીસે ધાડ સહિતના ગુનામાં ફરાર 10 આરોપીને 3 રાજ્યમાંથી ઝડપ્યા

ખંભાળિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અડધાથી બે દસકા સુધી નાસતા-ફરતા હતા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં કાર્યવાહી
  • જુદી-જુદી 3 ટીમોએ ગુજરાત સહિત ચાર રાજ્યમાં સર્ચ ઓપરેશન હાથ ધરી લાંબા સમયથી ફરાર પરપ્રાંતિયોને સકંજામાં લીધા

દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા ઘણા લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને સકંજામાં લેવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ જેમાં જુદી જુદી ત્રણ ટિમે ગુજરાત ઉપરાંત રાજસ્થાન,મધ્યપ્રદેશ અને ઉતર પ્રદેશ ખાતે ધામા નાખી પાંચથી એકવીશ વષર્થી પોલીસને હાથતાળી આપીને ફરાર રહેલા દશ આરોપીને દબોચી લીઘા હતા.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા પોલીસ મથકો ખાતે ભુતકાળમાં દાખલ થયેલા ઘાડ,છેતરપીંડી,દારૂ સહિતના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ અધિક્ષક સુનિલ જોશીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જી.જી.ઝાલા, પી.ડી.વાંદા, આર.એમ.મુંધવા અને એસ.વી. ગળચરની આગેવાનીમા઼ ત્રણ ટીમ બનાવી ગુજરાત ઉપરાંત રાજસ્થાન,મધ્યપ્રદેશ અને ઉતરપ્રદેશ સુધી તપાસનો દૌર લંબાવ્યો હતો.જેમાં છેલ્લા ચાર દિવસમાં જ રાજય અને આંતરરાજય દશ આરોપીઓને દબોચી લીઘા છે જે તમામને ખંભાળિયા ખાતે લાવવામાં આવ્યા છે.

જુદા-જુદા ગુનામાં ફરાર આરોપીઓ જુદા જુદા રાજ્યોમાંથી પોલીસના સકંજામાં સપડાયા

રાજસ્થાનમાંથી 5 શખસો પકડાયા
​​​​​​​દ્વારકા પોલીસે ખાસ ઓપરેશન હેઠળ રાજસ્થાનમાંથી આરોપી દેવેન્દ્રસિંહ માધુસિંહ સતાહત (રે.ઉદેપુર), મનોજકુમાર સુરેન્દ્રસિંહ કપૂર (રે.ઉદેપુર) કૈલાશચંદ ગોપુરામ જોષી ( રે. જોધપુર), ચંદ્રકાંત જમ્પાલાલ જોષી (રે.જોધપુર), રૂપલાલ કિશનજી પટેલ (રે.ગિરવા, ઉદેપુર)ને પીએસઆઈ. જી.જી. ઝાલા અને ટીમે દબોચી લીઘા હતા.

યુપીમાંથી 11 વર્ષથી ફરાર આરોપી ઝબ્બે
​​​​​​​દેવભૂમિ દ્વારકા પોલીસે ઉત્તરપ્રદેશ ખાતે પહોંચી જઈને છેલ્લા 11 વર્ષથી નાસ્તા ફરતા આરોપી જીવણનાથ શક્તિનાથ ઝા (રે.મથુરા)ને પી.એસ.આઈ પી.ડી. વાંદા અને તેમની ટિમે સકંજામાં લીધા હતા. પકડાયેલો આરોપી છેલ્લા એક દસકાથી પોલીસ પકડથી દૂર રહી નાસતો-ફરતો રહ્યો હોવાનું સામે આવ્યું છે. જેની પૂછપરછ હાથ ધરાશે.

ગુજરાતમાંથી પણ પરપ્રાંતિયો સકંજામાં
​​​​​​​રાજ્યમાંથી મધ્યપ્રદેશનાે છેલ્લા 5 વર્ષથી નાસ્તાે ફરતાે આરોપી ગુડ્ડો ઉર્ફે ગુડુ ઉર્ફે રમેશભાઈ લક્ષમણભાઈ સુભાન (રે.ધાર), 6 વર્ષથી આરોપી મહેશ ઉર્ફે મૈયો રામસિંગભાઈ બામનીયા (રે.ધાર)છેલ્લા 8 વર્ષથી નાસ્તા ફરતા આરોપી અજયભાઈ કાશીરામભાઈ નિરાલે (રે.)ખરગોન)ને પી.એસ.આઈ ગળચર અને તેમની ટિમે દબોચી લીઘા હતા.

MPમાંથી 22 વર્ષથી 4 ગુનાનો ફરારી ઝડપાયો
​​​​​​​મધ્યપ્રદેશમાંથી પોલીસે છેલ્લા 21 વર્ષથી નાસ્તા-ફરતા આરોપી પારૂભાઇ પિંદિભાઈ મેડા (રે.જાંબુઆ) જામનગર સીટી એ ડિવિઝનમાં લૂંટ ધાડના 4 ગુન્હામાં છેલ્લા 22થી 25 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડયો હતો જે કામગીરી પી.એસ.આઈ મુંધવા અને તેમની ટિમે
કરી હતી.

અન્ય સમાચારો પણ છે...