તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:દ્વારકા NSUI દ્વારા RTEમાં પ્રવેશ અને વાલીઓને ફી ભરવા માટે દબાણ ન કરવા આવેદનપત્ર અપાયું

ખંભાળિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાની તમામ ખાનગી શાળાઓ સામે કાર્યવાહી કરવા શિક્ષણાધિકારીને અલ્ટીમેટમ

દ્વારકા જિલ્લા એનએસયુઆઇ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને પત્ર પાઠવી રજૂઆત કરી હતી કે હાલ કોરોના કાળનો કપરો સમય ચાલી રહ્યો છે . દેશ અને રાજ્યમાં કોરોનાની બીજી લહેર ઘાતક બની હતી. છેલ્લા કેટલાક સમયથી શિક્ષણ કાર્ય બંધ હોય હાલ નવા સત્રનો પ્રારંભ પણ કરવામાં આવ્યો છે. પરંતુ સરકાર દ્વારા RTE નાં વિધ્યાર્થીઓ સાથે અન્યાય થતો હોય હજુ સુધી RTEની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી. તેમજ સ્કૂલો દ્વારા વાલીઓ પાસે ફરજિયાત ફીના ઉઘરાણા કરે છે તે અટકાવવા આવેદન આપી જો તેમ કરવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી એનએસયુઆઈ દ્વારા આપવામાં આવી છે.

કેન્દ્રની ભુતપુર્વ (UPA ) સરકાર દ્વારા ગરીબ વિદ્યાર્થીઓ માટે(RTE) મુળભુત અધિકાર શિક્ષણનો કાયદો લાવવામાં આવ્યો હતો, જેમાં ૨૫% વિધ્યાર્થીઓ ને મફત શિક્ષણ પ્રાઇવેટ શાળાઓમાં આપવું તે જાહેર કરાયું હતું . RTE ની પ્રવેશ પ્રક્રિયા ફેબ્રુઆરી થી માર્ચ ના અંત સુધીમાં ફોર્મ ભરવા નું હોય છે, જુનના અંત સુધીમાં બધા વિદ્યાર્થીઓ ને પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાતી હોય છે, ઘણાં ગરીબ વાલીઓ આ યોજના નો લાભ લેતા હોય છે.

હાલ પણ આ બાબતે વાલીઓ રાહ જોઈને બેઠા છે કે ક્યારે પ્રક્રિયા હાથ ધરાશે હાલ નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે પરંતુ RTE નાં પ્રવેશ બાબતે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. હાલની સ્થિતિ તમામ માટે કપરી હોય, લોકો આર્થિક સંકટમા પણ હોય જો આ યોજના વહેલી તકે હાથ ધરાઇ તો વધુમાં વધુ વાલીઓ પોતાના બાળકોને પ્રવેશ અપાવી શકે.

તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાની કેટલીક ખાનગી શાળાઓ દ્વારા વાલીઓ પર ફી વસુલવા બાબતે વાલીઓ ઉપર દબાણ કરવામાં આવી રહ્યું છે અને વિધ્યાર્થીઓના ગત વર્ષના રિઝલ્ટ અટકાવેલ છે. આવી સ્કુલો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી દ્વારકા જિલ્લા NSUIની માંગણી છે જો આ અંગે તાત્કાલિક નિર્ણય કરવામાં નહીં આવે તો NSUI દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરાશે.

અન્ય સમાચારો પણ છે...