તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેર સુવિધા:દ્વારકા ગોમતી ઘાટે મહિલાઓને કપડાં બદલવાની ઓરડી મુકતી નગરપાલિકા

ખંભાળિયાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લા કલેકટરે નગરપાલિકાનું ધ્યાન દોરતા તુરંત કાર્યવાહી થઈ

દ્વારકા જિલ્લાના યાત્રાધામ દ્વારકા ખાતે રોજ હજારોની સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે આવતા હોય તથા ગોમતી સ્નાનનું બહુ મહત્વ હોય અહીં સ્નાન કરતી મહિલાઓ માટે કપડાં બદલવાની કોઈ વ્યવસ્થા ના હોય સ્ત્રીઓ કુંડાળુ કરીને ઉભે અને તેની અંદર એક સ્ત્રીઓ કપડાં બદલે આવી ગંભીર સ્થિતિ હોય આ બાબતે ખંભાળિયાના અગ્રણી હિતેન્દ્રભાઈ આચાર્ય દ્વારા જિલ્લા કલેક્ટર ડો.નરેન્દ્રકુમાર મીનાને રજુઆત કરતા તેમણે તુરંત જ આ મુદ્દે ગંભીરતા દાખવીને તુરંત જ યોગ્ય કરવા સૂચના આપતા પાલિકા દ્વારકાનું તંત્ર દોડ્યું હતું.

તથા મંગળવારે જ ચીફ ઓફિસર ચેતન કુડિયાએ બે કપડાં બદલવા માટેની કેબીનો બનાવીને ઘાટ પર મુકાવી દીધી હતી. તથા એચ.ડી.એફ.સી. બેંકના સૌજન્યથી 10 કેબીનો સ્ત્રીઓને કપડાં બદલવા માટે મુકવા આયોજન કરાયું છે.જિલ્લા કલેક્ટર ડો .મીનાના ત્યરીત અભિગમને કારણે માત્ર ત્રણ દિવસમાં લાંબા સમયથી ભાવિકોને પરેશાન કરતો પ્રશ્નનો ઉકેલ આવતા યાત્રાળુઓને એક સારી સવલત પ્રાપ્ત થઈ છે. જો કે, કેટલીક સેવાભાવી સંસ્થાઓ તથા કંપનીઓ દ્વારા પણ મદદરૂપ થવા તૈયારી બતાવાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો