તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ સર્વાનુમતે મંજુર:દ્વારકા જિ.પં.માં 376 કરોડની આવક સામે 324 કરોડના ખર્ચની જોગવાઈવાળું બજેટ મંજૂર થયું

ખંભાળિયા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નવા પદાધિકારીઓની ખાસ સામાન્ય સભામાં વિવિધ સમિતિઓની વરણી કરાઈ

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના નવા પદાધિકારીઓની ખાસ સામાન્ય સભાની બેઠક મળી હતી, જેમાં અંદાજીત 376 કરોડની આવક સામે 324 કરોડની જોગવાઈવાળું બજેટ સર્વાનુમતે મંજુર થયું હતું. જિલ્લા પંચાયત વિસ્તારમાં રોડ રસ્તાઓ, આરોગ્ય, શિક્ષણ, મહિલા અને બાળ વિકાસ ક્ષેત્રે તેમજ નાની સિંચાઈ યોજના, નવી આંગણવાડી બનાવવા સહિતના કામોની જોગવાઈ કરાઈ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નવા પદાધિકારીઓની આજે જિલ્લા પંચાયત કચેરીના સભાખંડમાં જિલ્લા પ્રમુખ રાજીબેન મોરીના અધ્યક્ષ સ્થાને ખાસ સામાન્ય સભાની બેઠક યોજાઇ હતી. જેમાં 376 કરોડની આવક સામે 324 કરોડના ખર્ચની જોગવાઈવાળું બજેટ સર્વાનુમતે મંજુર થયું હતું. જેમાં રોડ અને બાંધકામ વિભાગ 50 કરોડ, આરોગ્ય વિભાગ 20 કરોડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ 18.50 કરોડ, પશુપાલન ક્ષેત્રે 3 કરોડ, નાની સિંચાઈ યોજના હેઠળ 6.10 કરોડ, નવી આંગણવાડી બાંધકામ 1 કરોડ, શિક્ષણ વિભાગ 150 કરોડના અંદાજિત ખર્ચની જોગવાઈ કરાઈ હતી. વર્ષ-2021-22 માટે સ્વભંડોળ માંથી વિકાસના કામો માટે 88 લાખ અને જિલ્લા પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારીની ગ્રાન્ટ હેઠળ 20 લાખના જોગવાઈ કરાઈ છે.

આ ખાસ સામાન્ય સભામાં વિવિધ સમિતિઓની વર્ણીઓ કરવામાં આવી હતી. અને ખંભાળિયા તાલુકાના હર્ષદપુર ગામે સરકારી અથવા ગૌચરની જમીનમાંથી ગૌશાળા બનાવવા જમીન ફાળવવા ઠરાવ કરવામાં આવેલ અને આગામી વર્ષમાં સુજલામ-સુફલામ યોજના કામો, કરેલ કામોના ચુકવણા, સિંચાઈ વિભાગ, બાંધકામ વિભાગ(પંચાયત)ના મંજુર થયેલ કામોને બહાલી આપવામાં આવી હતી. આ ખાસ સામાન્ય સભામાં 22 સભ્યોમાંથી 21 સભ્યો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો