દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા તાલુકાના હરિપર ગામે ખેડૂતે ખેતરમાં ઉભા પાક પર દવાનો છંટકાવ કરવા માટે ડ્રોનનો ઉપયોગ કર્યો હતોઅને 20 વિઘાના મગફળીના પાક પર ડ્રોન દ્વારા દવા છાંટી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેડૂતો પણ હવે આધુનિક ખેતી તરફ વળી રહ્યા છે તેનું ઉત્તમ ઉદાહરણ છે.ખંભાળીયાનું હરિપર ગામ કે જ્યાં હરિભાઈ નકૂમ નામના ખેડૂત દ્વારા તેની 20 વિઘા જમીનમાં મગફળીનું વાવેતર કર્યું હતું.
હાલ વાતાવરણ પાકને અનુરૂપ ન હોવાના કારણે મગફળીના પાકમાં ઈયળ , પોપખીનો ઉપદ્રવ હોય અને તેની સંખ્યામાં વધારો થયો છે જેથી મગફળીના પાકમાં મોટા પ્રમાણમાં નુકશાનીની ભીતી ખેડૂત સેવી રહ્યા હતા. જે દરમિયાન બજારમાંથી દવા છાંટવા મજૂર ન મળતા હરિભાઈ ચિંતામાં મુકાયા હતા ત્યારે તેના મિત્ર રાકેશભાઈને સમગ્ર બાબતે વાત કરતા તેણે ડ્રોન વસાવી લેવા માટેનું સૂચન કર્યું ત્યારે બંને ખેડૂતો દ્વારા ડ્રોન વસાવીને દવાનો છંટકાવ મગફળીના પાક પર કરવામાં આવતા એક જ દિવસમાં 20 વિઘા જમીન પર દવાનો છંટકાવ શક્ય બને છે.
પહેલાના સમયમાં પમ્પ દ્વારા મજૂર દવાનો છંટકાવ કરતા હતા જ્યારે સમયની સાથે મજૂરો મળતા બંધ થયા, દ્વારકા જિલ્લામાં પાણીની પણ સમસ્યા વધુ રહેલી છે ત્યારે પાણીનો બગાડ ન થાય અને સમયની સાથે સાથે ખેડૂતોને મજૂરી ના ખર્ચમાં પણ ઘટાડો થાય તેની સાથે જે મજૂર દવાનો છંટકાવ કરે છે તેના શરીરને પણ દવા ના કારણે નુકશાની પહોંચે છે તે તમામમાંથી રાહત મળે તેમ હોઈ ત્યારે ડ્રોનવસાવી આધુનિક યુગમાં હવે ખેડૂત ડ્રોન દ્વારા ખેતરમાં દવાનો છંટકાવ કરી રહ્યા છે અને તેનો ફાયદો પણ ખેડૂતોને મળી રહ્યો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.