100 વર્ષથી અનોખી ગૌસેવા:ખંભાળિયામાં મકરસંક્રાંતિના તહેવારે આખા ગામની ગાયોને લાડુંનું વિતરણ કરવામાં આવે છે

ખંભાળિયા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગાયો માટે લાડું તૈયાર કરતી મહિલાઓની તસવીર - Divya Bhaskar
ગાયો માટે લાડું તૈયાર કરતી મહિલાઓની તસવીર
  • દર વર્ષે મકરસંક્રાંતિ પર્વે ગૌમાતાઓ માટે વિશિષ્ટ લાડુ તૈયાર થાય છે

પવિત્ર મકરસંક્રાંતિના તહેવાર દરમિયાન ગાયો ને લાડુ નું જમણ દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક ખંભાળીયા ખાતે આજ છેલ્લા (100) એકસો વર્ષથી આખા ગામની ગાયોને લાડુ વિતરણ કરવામાં આવે છે. આ લાડુ ઘઉંનો લોટ, તેલ, તલ અને ગોળ નાખી બનાવવામાં આવે છે.

આ ગૌ સેવાના કાર્યમાં ખંભાળીયા ગામમાંથી તમામ વેપારી ભાઈઓ ઓઇલ મિલ તથા રેકડીવારા તમામ નાના મોટા ભાઈઓનો તન મન ધનથી સાથ સહકાર મળે છે. આ સેવા કાર્યમાં 500 કિલો ઘઉંનો લોટ, તેલ દબા 10 તથા ગોળ દબા 20થી 25નો ઉપયોગ કરવામાં આવે છે. આ કાર્ય છેલ્લા આઠ દિવસથી ચાલુ છે. અને સક્રાંત સુધી ચાલુ રહેશે આ સેવાના કાર્ય માટે રમણિકભાઈ મોટાણી, હરૂભાઈ દારીયાવારા તથા મેહુલભાઈ તન્ના સારી જહેમત ઉઠાવી રહ્યા છે. આ સેવા કાર્યમાં તન મન ધનથી સેવા આપનાર તમામનો રમણિકભાઈ મોટાણીએ આભાર વ્યક્ત કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...