તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખંભાળિયામાં અનોખો પ્રયોગ:ગંદકી, કચરાનો ફોટો વોટ્સએપ કરો, 24 કલાકમાં સમસ્યા હલ

ખંભાળિયા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગંદકીના પ્રશ્નો હવે માત્ર મોબાઈલના ટચથી દુર થઈ જશે, જામ્યુકોએ અનુસરવા જેવો નિર્ણય

ખંભાળિયા પાલિકાના સત્તાધિશોએ શહેરમાં ગંદકી તથા સફાઈના પ્રશ્નને પ્રાધાન્ય આપીને સફાઈ ઝુંબેશ શરૂ કરવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ નિર્ધારિત કર્યો છે. ખંભાળિયામાં કોઈપણ વ્યક્તિ કોઈપણ વિસ્તારમાંથી પોતાના મોબાઈલ પર ગંદકીનો ફોટો પાડીને મોકલી આપશે તો માત્ર 24 કલાકમાં જ એ પ્રશ્રનો નિવેડો આવી જાય એ પ્રમાણેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરિણામે હવે ખંભાળિયામાં ગંદકીની સમસ્યા માત્ર મોબાઈલ સ્ક્રિનના ટચથી જ દુર થઈ જશે એમ પણ કહી શકાય.

ખંભાળિયા પાલિકા ચીફ ઓફિસર અતુલ સિંહાના માર્ગદર્શન અને હોદ્દેદારોના સૂચનો મુજબ દરેક વોર્ડમાં મુકાદમો રાખવામાં આવ્યા છે. તેમના વોટ્સએપ નંબરો પર ગંદકી, ગટર, સફાઈનો પ્રશ્ન હોય તો સ્થળનું નામ ફોટો તથા વ્યક્તિએ પોતાનું નામ લખીને વોટ્સઅપ કરવાથી 24 કલાકમાં પ્રશ્ન હલ થઈ જાય તેવી વ્યવસ્થા કરાઈ છે.

શહેરમાં વોર્ડ-1માં કિશોર લખુભાઈ 9913398080, વોર્ડ-2માં સન્ની રાજેશભાઇ 7567249600, વોર્ડ-3માં આસીફ હુસેનભાઈ 7487891748, વોર્ડ-4માં અલારખા ઇસ્માઇલ 7878265288, વોર્ડ-5માં નીલેશ સવજી 9057095249, વોર્ડ-6માં રમેશ ગુણવંતભાઈ 9069381190 તથા વોર્ડ-7માં રાહુલ ભીખુભાઈના મોબાઈલ નંબર 7984538629 જાહેર કરાયા છે. આ ઉપરાંત, જો વાહન નિયમિત કચરો ના ઉપાડે તો 8980443200 પર જણાવવા પણ સેનેટરી ઇસ્પેક્ટર રમેશ વાઘેલાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો