શાળાઓ બાળકોથી ધમધમી:દ્વારકા જિલ્લામાં ધો.1થી5નું પ્રત્યક્ષ શિક્ષણ શરૂ, 20507 છાત્રો હાજર

ખંભાળિયા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓનો કલરવ ગુંજયો, ફૂલ અને મીઠુ મોં કરાવી વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા
  • ​​​​​​​616 દિવસ બાદ પ્રાથમિક શાળાઓ બાળકોથી ધમધમી

દ્વારકા જિલ્લામાં વીશેક માસ એટલે કે લગભગ 616 દિવસ બાદ પ્રાથમિક શાળાઓમાં ધો.1થી 5ના વર્ગોનુ પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થતાં ભૂલકાઓ પોતાના બેગ સજાવીને ઉત્સાહ ભેર શાળાએ પ્રત્યક્ષ શિક્ષણ મેળવવા ગયા હતા. પ્રાથમિક શાળાઓલાંબા સમય બાદ સોમવારે ફરીથી ભૂલકાઓનો ખિલખિલાટથી ગુંજતી થઈ હતી. ખંભાળીયા સહિત સમગ્ર જિલ્લામાં શાળાઓમાં રાબેતા મુજબ પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થયું છે.

કોરોનાની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓને વાલીની લેખિત મંજૂરી લઈને પ્રવેશ અપાયા હતા અને શાળાઓમાં પ્રવેશ સાથે ટેમ્પરેચર ચેકીંગ, સેનેટાઈઝેશન વગેરે તકેદારીઓને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો. કેટલીક શાળાઓમાં પ્રથમ દિવસે હળવી રમતો અને શૈક્ષણિક પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી.પ્રથમ દિવસને વિદ્યાર્થીઓએ આનંદમય રીતે મિત્રો સાથે સ્કૂલમાં પસાર કર્યો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લાની કુલ ૫૯૩ સરકારી પ્રાથમિક શાળાના ધોરણ ૧ થી ૫ ના કુલ વિદ્યાર્થી 56635માંથી કોરોના sop મુજબ 50 ટકાવિદ્યાર્થી હાજર રાખી શાળા શરૂ કરવાની હોય, જે મુજબ ધોરણ 1 થી 5 માં કુલ 20507 વિદ્યાર્થી 37.21 % વિદ્યાર્થી હાજર રહ્યા હતા જ્યારે ધોરણ 6થી થી 8 ના કુલ વિદ્યાર્થીઓ 32878 માંથી કોરોના sop મુજબ 50 ટકાની હાજર રાખતા 12,219 વિદ્યાર્થી રહયા હતા.બધા વિદ્યાર્થીનું ફૂલ અને મોઢું મીઠું કરી સ્વાગત કરવામાં આવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...