મતદાર યાદી સુધારણા કાર્યક્રમ:દેવભૂમિમાં મતદાર યાદી ઝુંબેશ, ઓફલાઈન 5891 અને 197 ઓન લાઈન ફોર્મ આવ્યા

ખંભાળિયા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા કલેકટર મુકેશ પંડ્યાએ વિવિધ બુથની મુલાકાત લઈ માર્ગદર્શન પુરૂ પાડ્યું

મતદાર યાદી સુધારણા 2022 કાર્યક્રમ અંતર્ગત ખાસ ઝુંબેશમાં વિવિધ મતદાન મથકોની જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી મુકેશ પંડ્યાએ મુલાકાત લીધી હતી.સાથે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જી કે રાઠોડ અને નાયબ મામલતદાર રરાણસી ભાઈ ગઢવી જોડાયા હતા.

બીએલઓને મતદારયાદીમાં નામ ઉમેરવાના કે સુધારા માટે એક પણ ફોર્મ રહી ન જાય અને ક્ષતિરહીત મતદારયાદી તૈયાર થાય માટે ખાસ માર્ગદર્શન અને સુચના આપી હતી.સાથે સાથે એનવીએસપી,વોટર હેલ્પ લાઇન એપ્લીકેશન, ગરુડા એપ્લિકેશનમાં વધુ માં વધુ એન્ટ્રી થાય માટે મતદારોને જાગૃત કરવા કામગીરી કરવા, બાકી રહી જાયએ મતદારોનો સાંજે 5 વાગ્યા પછી અને આવતા 3 દિવસ માં જ ઘરે સંપર્ક કરી ફોર્મ ભરાય જાય,18 ઉપર ના યુવા ભાઈ બહેનો મતદાર અને 18 થી 29 સુધી ના કોઈ વ્યક્તિ ના નામ છૂટી ના જાય તે માટે ખાસ કાળજી લેવા, સામાજિક રાજકીય આગેવાનોનો સહકાર લઇ ને પણ 100% કામ પૂરું કરવા યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.

દ્વારકાના વિવિધ બુથ ઉપર 658 blo દ્વારા બુથ ઉપર કામગિરી સવાર ના 10 થી સાંજે 5 સુધી કરવામાં આવી હતી.71 સેક્ટર ઑફિસર, પ્રાંત અધિકારી, મામલતદાર, ટીડીઓ સહિતની અધિકારીની ટીમો દ્વારા તમામ બુથની વિઝિટ કરી યોગ્ય માર્ગદર્શન અપાયુ હતું. ગરૂડા એપ્લિકેશન દ્વારા વધુમાં વધુ એન્ટ્રી થાય, અગાઉ આપેલા ફોર્મ ના ચેકલીસ્ટની બીએલઓ દ્વારા ખરાય થઈ જાય તથા 100% ચૂંટણી કાર્ડ અપાય જાય એ માટે આયોજન હાથ ધરાયું છે. જેમાં ગઇકાલે રવિવારે 5891 ઓફ્લાઈન ફોર્મ અને197 ઓનલાઇન ફોર્મ આવ્યા અને આ માટે જિલ્લા ચૂંટણી મતદારયાદી સ્ટાફ,તાલુકા મામલતદાર ઓફિસ અને ટીડીઓ ઓફિસ સ્ટાફ,ઓપરેટરસ ઓફિસ સ્ટાફ દ્વારા ડેટા એન્ટ્રી ,ફોર્મસ વિતરણ અને પ્રચાર અને પ્રસાર હાથ ધરવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...