વિવાદ:દેવભૂમિ દ્વારકાની પરિણીતાને રાજકોટના સાસરિયાનો ત્રાસ, મેણાટાેણા મારી ઢીકાપાટુનો માર માર્યો

ખંભાળિયા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દ્વારકા વિસ્તારમાં નરસંગ ટેકરી હુશેની ચોકમાં રહેતા સુમારભાઈ આસમભાઈ ચૌહાણની દીકરી યાસ્મિબેનના લગ્ન રાજકોટ રહેતા દિલાવર ઇબ્રાહિમ ખુરેશી સાથે થયા હતા ત્યારે બાદ પતી સહિત સાસરિયાઓ માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોવાથી આ અંગે યાસ્મીનબેનએ પતી, સાસુ અને નણંદ સામે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ સામે ગુન્હો નોંધ્યો છે.

પ્રાપ્ત વિગત અનુસાર રૂકશાના ઇબ્રાહિમ ખુરેશી તથા હીનાબેન (રહે.રાજકોટ) વાળાઓ ઘરકામ બાબતોમાં ફરિયાદી પરિણીતા યાસ્મિબેનના પતિ દિલાવરને ચડામણી કરી તેમની પાસે ઢીકાપાટુનો તથા મોબાઈલના ચાર્જર વડે માર ખવડાવી ઢીકાપાટુનો માર મારી ભૂંડી ગાળો આપી શારીરિક માનસિક ત્રાસ આપતા હોય તેમજ યાસ્મિબેનના માતા તથા કાકી આવેલ હોય ત્યારે જાનથી મારી નાખવાની ધમકી આપતા પરિણીતા મહિલાએ ઉપરોક્ત આરોપીઓ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...