તબક્કાવાર કાર્યક્રમ યોજાયા:દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ,15 હજારથી વધુ મતદારો ઉમેરાશે

ખંભાળિયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુલ 658 બુથ પર યોજાયા કાર્યક્ર26,759 મતદારોએ ભાગ લીધો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 658 મતદાન મથક પર મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત ખાસ ઝુંબેશનું આયોજન કર્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં નવા મતદારો જોડાયા અને અન્ય સુધારા માટે ફોર્મ ભર્યા હતા. મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 26759 મતદારોએ જુદી જુદી કામગીરી માટે ફોર્મ ભર્યા હતા, જેમાં ફોર્મ નં.6- 15,757, ફોર્મ નં.7- 4894, ફોર્મ નં.8- 4480 તથા ફોર્મ નં.8( ક ) - 1628 મતદારોએ ભર્યા હતા.

ઓનલાઈન પ્રાપ્ત થયેલ અને ઓફલાઈન મળેલ ફોર્મ પૈકી ઓનલાઈન કરેલ કુલ 3544 ફોર્મ મળેલ છે. અત્યાર સુધીમાં કુલ 26759 મતદારોએ ઝુંબેશમાં ભાગ લીધેલ હોવાનું ચૂંટણી વિભાગના સુત્રોએ જણાવેલ છે. મતદાર મતદાર યાદીમાં પોતાની વિગતો ચકાસી શકે તેમજ નવા મતદાર તરીકે નોંધણી કરાવી શકે તે માટે સ્થળ પર જ ફોર્મ ભરવાની વ્યવસ્થા કરવામાં આવેલ હતી. ઉપરાંત મતદાર યાદીમાં રહેલ મતદારો પૈકી લાગુ કિસ્સામાં નામ કમી કરવા માટે ફોટો વિગતો સુધારવા માટે સ્થળ ફેરફાર માટે ફોર્મ ભરી રજુ કરાયા હતા.ખાસ ઝુંબેશમાં મતદારોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...