તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મતદાનના લેખા-જોખા:દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત ભાજપને 1,32,371, કોંગ્રેસને 1,19,790 મતો મળ્યા

ખંભાળિયા7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં ભાજપ તરફી મતદારોનું જોર વધુ રહેતા દ્વારકા જી.પ.અને બે તા.પંચાયતોમાં કેસરિયો લહેરાયો
  • ગત ચૂંટણીમાં કોંગ્રેસને 11 બેઠક મળી હતી. ભાજપને-9, અપક્ષ-2: આ વખતે ભાજપને-12 અને કોંગ્રેસ-10

દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા પંચાયતમાં 24 બેઠકોમાંથી ભાજપને 12 બેઠકો મળી અને કોંગ્રેસને 10 બેઠકો મળી હતી. ત્યારે ભાજપની બહુમતી આવતા સત્તાનું જિલ્લા પંચાયત આ વખતે સત્તાનું કમળ ખીલી ઉઠ્યું છે. તેમજ ચાર તાલુકા પંચાયતોમાં ખંભાળીયા અને દ્વારકામાં ભાજપની બહુમતી અને ભાણવડ અને કલ્યાણપુરમાં કોંગ્રેસને બહુમતી મેળવી છે. દ્વારકા જિલ્લામાં ગત ચૂંટણીના પરિણામો જોઈએ તો 24 બેઠકમાંથી 11 બેઠક કોંગ્રેસ અને 9 ભાજપને મળી હતી. તેમજ બે અપક્ષને ફાળે રહી હતી. અને ચાર તાલુકા પંચાયતોમાં ખંભાળીયા અને દ્વારકામાં ભાજપનો ભગવો લહેરાયો હતો. અને કલ્યાણપુર અને ભાણવડ તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો પંજો ઉંચો રહ્યો હતો.

તે સામે વર્ષ 2021માં ભાજપને દ્વારકા જિલ્લા પંચાયત અને ખંભાળીયા અને દ્વારકા તાલુકા પંચાયતમાં સ્પષ્ટ બહુમતી મળી છે. જ્યારે ભાણવડ અને કલ્યાણપુરમાં ફરી કોંગ્રેસને બહુમતી મળી છે. ગત ચૂંટણીના પરિણામો અને 2021ની ચૂંટણીની પરિણામો તાલુકા પંચાયતોમાં બે ભાજપ અને બે કોંગ્રેસને ફાળે રહી છે. દ્વારકા જિલ્લા પંચાયતમાં નોંધાયેલા કુલ 263538 મતદારોમાંથી કોંગ્રેસને 119790 મતદારો અને ભાજપમાં 132371 મતદારોએ મત આપ્યા હતા.

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતમાં ટોટલ 263538 માંથી ભાજપ 132371, કોંગ્રેસ 119790
ખંભાળીયા તાલુકા પંચાયતમાં કુલ 93,385માંથી ભાજપને 49,178 મત અને કોંગ્રેસને 37,328 મત મળ્યા છે.
કલ્યાણપુર તાલુકા પંચાયતમાં કુલ 95,191માંથી ભાજપને 42,927 મત અને કોંગ્રેસને 44,501 મત મળ્યા છે.
ભાણવડ તાલુકા પંચાયતમાં 53,313માંથી ભાજપ-24,402, કોંગ્રેસ-28,108 મત મળ્યા છે.
દ્વારકા તાલુકા પંચાયતમાં કુલ 22,140માંથી ભાજપને 12,745 મત અને કોંગ્રેસને 5,867 મત મળ્યા છે.

જિ.પં.માં પ્રથમ ટર્મ અનુ. આદિજાતિ સ્ત્રી માટે અનામત
દ્વારકા જિલ્લામાં પંચાયતમાં ભાણવડ તાલુકાની જી.પ.ની સણખલા બેઠક પરથી રાજીબેન વિરાભાઈ મોરી ભાજપમાંથી વિજેતા થયા છે. અને આદિજાતિ સ્ત્રી અનામતને કારણે પ્રમુખ પદનું સુકાન રાજીબેન મોરી સંભાળશે તેવી ચર્ચા છે.

અન્ય સમાચારો પણ છે...