તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:વરવાળા-વસઈ રોડ પર બાઈક પર કાબુ ગુમાવતા ચાલકનું મોત

ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દ્વારકા પાસે સર્જાયો અકસ્માત, શિવરાજપુરના યુવાને જીવ ગુમાવ્યો

યાત્રાધામ દ્વારકા નજીક વરવાળા-વસઇ રોડ પર પસાર થતા બાઇક પર ચાલક યુવાને કાબુ ગુમાવતા રોડ સાઇડના ચેતવણી સૂચક સિમેન્ટ ખાંભી સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત ચાલક યુવકનુ મૃત્યુ નિપજયુ હતુ.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર દ્વારકા તાલુકાના શિવરાજપુર વાડી વિસ્તારમાં રહેતા વંદનભા સાવજાભા ચમડિયા(ઉ.વ.22) નામનો યુવાન પોતાનું મોટરસાયકલ લઈ પુરઝડપે ચલાવી વરવાળાથી વસઈ રોડ પર આવેલી ગોલાઈ પર ગોલાઈનો ટર્ન ન લઈ શકતા મોટરસાયકલ પર કાબૂ ગુમાવતા રોડના કાંઠે બનાવેલ ચેતવણીની સિમેન્ટની નાની ખાંભી સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં નીચે પટકાયેલા ચાલક યુવકને માથામાં ગંભીર જીવલેણ ઇજા પહોંચતા તેમનું સારવાર દરમિયાન કરુણ મૃત્યુ નીપજ્યું હતું.આ બનાવ અંગે ફરીયાદના આધારે દ્વારકા પાલીસે મૃતક બાઇક ચાલક સામે અકસ્માત મામલે ગુનો નોંધી ઘોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...