તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રદ્ધા:ખંભાળિયામાં પૈરાણિક શિવાલયોમાં શ્રાવણ માસે ઘીની વિશિષ્ટ મહાપૂજાના દર્શન

ખંભાળિયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોખ્ખા ઘીને જમાવી પ્રતિમા-મૂર્તિ બનાવી વિવિધ પ્રસંગોના સેટ થાય છે તૈયાર

દાયકાઓથી ખંભાળીયા ચોખ્ખા ઘી માટે પ્રખ્યાત બન્યુ છે,મુખ્યત્વે ભેંસ તથા ગાયના ઘીનુ જ ઉત્પાદન થાય છે.જેમાં ભેંસના ઘીમાં દાયકાઓ પૂર્વે કોઈ બુદ્ધિજીવીએ ઘી પીગળે નહિ એ મુજબ જમાવી અને તે જમાવેલ ઘી માંથી દેવ દેવીઓની પ્રતિમાઓ બંગલાઓ વગેરે નિર્માણ કરી તહેવારોના હેતુ મુજબ ભવ્યાતિત ઘીની મહાપૂજાના સેટ નિર્માણ કરવામાં આવે છે. જે માત્ર શ્રાવણ માસના પ્રત્યેક સોમવાર તથા વિશેષ તહેવાર પર હેતુલક્ષી સેટ બનાવવામાં આવે છે.

આવી મહાપૂજા સાત દાયકા પહેલાથી જ ભરવામાં આવે છે.ઘી ગરમ કરી એને વખતો વખત લીપટાવી તેમાં પૂર્ણપણે ચીકારા લાવીને ઘીના પીગળી જવાના ગુણધર્મને દૂર કરી ઘી તૈયાર કરવામાં આવે છે. જેને પાણી ભરેલા વાસણમાં રેડવામાં આવે છે.જેથી આ ગરમ ઘી તળિયે બેસી જવાની બદલે સપાટી પર જ પ્રસરી પ્લેટ માફક બની જાય છે. જે પ્લેટોમાંથી મકાન,રાજ મહેલ તૈયાર કરવામાં આવે છે.

બાકી રહેલા માવામાંથી દેવદેવીની પ્રતિમા તૈયાર કરી એના પર પેઇન્ટિંગ કરી અદલોઅદલ ઓપ આપવામાં આવે છે. જેને સુવ્યવસ્થિત ગોઠવી મહાપૂજાના સેટ તૈયાર કરવામાં આવે છે.ખંભાળીયાના સુપ્રસિધ્ધ શિવાલયો પૈકી ખામનાથ મહાદેવ, રામનાથ મહાદેવ, શરણેશ્વર મહાદેવ, પાળેશ્વર મહાદેવમાં આવી પૂજા શણગારવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...