તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતોમાં ચિંતા:દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 1,45,353 હેક્ટરમાં ખરીફ વાવેતર પર ખતરો

ખંભાળિયા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સૌથી વધુ મગફળીનું 141791 હેક્ટરમાં વાવેતર
  • ભાણવડ-કલ્યાણપુરના અમૂક ગામોમાં જ વાવણીલાયક વરસાદ

દ્વારકા જિલ્લામાં સૌથી વધુ 141791 હેકટરમાં મગફળીનું વાવેતર વાવેતર થયું છે. પરંતુ વાવણી બાદ વરસાદ ખેંચાતા પાક નિષ્ફળ જવાની ભીતિ સાથે ખેડૂતો પર આફતના વાદળો મંડરાઈ રહ્યા છે. હવે જો અઠવાડિયામાં વરસાદ નહી થાય તો વાવેતર નિષ્ફળ જાવાની ભીતિ ખેડૂતોમાં સેવાઇ રહી છે. દ્વારકા જિલ્લામાં મોટા ભાગના જળાશયો ખાલી હોય અને સિંચાઈની પણ ખાસ કોઈ સુવિધા ન હોય વરસાદ થશે તો જ મોલાત બચશે. જિલ્લામાં 145353 હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થયું છે.

કૂવા, બોરમાં પાકને પિયત થઇ શકે તેટલું પાણી નથી
ખંભાળીયા પંથકના ખેડૂત સાજાભાઈ માયાણીએ જણાવ્યું હતું કે આગામી 10 દિવસમાં વરસાદ નહીં થાય તો વાવણી કરેલો પાક નિષ્ફળ જઇ શકે છે. આ વખતે માત્ર વાવણી લાયક વરસાદ થયો હોવાથી કુવાઓ અને બોરમાં મોલાત ને પિયત થઈ શકે એટલુ પાણી નથી માટે વરસાદ થાય તો જ મોલાત બચી શકે એમ છે.

અન્ય સમાચારો પણ છે...