તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:દ્વારકામાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં ટોળા ઉમટી પડ્યા: 2 યજમાનો સામે ગુનો નોંધાયો

ખંભાળિયા7 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • ધસી ગયેલી પોલીસે કાર્યક્રમ અટકાવીને લોકોને વિખેરી નાખ્યા, 100 માણસોથી વધુની હાજરી ન રાખવાના નિયમનો ભંગ

દ્વારકા શહેરમાં યોજાયેલા લગ્નપ્રસંગમાં સેંકડો માણસો ઉપસ્થિત હોવાની પોલીસને બાતમી મળતા પોલીસ કાફલો ધસી ગયો હતો. અમદાવાદ તથા છોટા ઉદેપુર જિલ્લાના બે યજમાનોએ યોજેલા આ પ્રસંગમાં સંખ્યાબંધ લોકોની હાજરી હોય પોલીસે બન્ને આયોજક સામે ગુન્હા નોંધ્યા છે.જાહેર મેળાવડા કે ભીડ એકઠી થાય તે પ્રકારના કાર્યક્રમો ન યોજવા માટે સૂચના આપવામાં આવી રહી છે તેમ છતાં લોકો પૂરતી તકેદારી રાખતા ન હોય દર્દીઓનો આંક રોજ ભયજનક રીતે વધી રહ્યો છે.

તે દરમ્યાન ગઈકાલે દ્વારકા શહેરમાં આવેલા સનાતનધામમાં યોજવામાં આવેલા એક લગ્ન પ્રસંગમાં બહોળી સંખ્યામાં લોકો એકત્રિત થયા છે તેવી બાતમી પરથી દ્વારકા શહેર પોલીસ સ્ટેશનના સ્ટાફે દસ વાગ્યે દરોડો પાડતા તે સ્થળે સંખ્યાબંધ માણસોની ઉપસ્થિતિ જોવા મળી હતી.

કેન્દ્રના આરોગ્ય કલ્યાણ મંત્રાલય તેમજ રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડિસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું હતું જેમાં લગ્ન પ્રસંગમાં 100 માણસથી વધુની હાજરી ન રાખવા સ્પષ્ટ સૂચના હોવા છતાં સનાતન ધામમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હોય પોલીસે આ પ્રસંગ યોજનાર અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના વાચ ગામના જગદીશભાઈ માણેકલાલ ભટ્ટ (ઉ.વ.52) તથા છોટા ઉદેપુરના બોડેલી તાલુકાના ચાંદણ ગામના વિજયભાઈ નવલસિંહ નાયક (ઉ.વ.45) સામે ગુન્હો નોંધ્યો છે. હે.કો. જે.આર. પાલીયાએ ફરિયાદ બની બન્ને વ્યક્તિ સામે બેદરકારીપૂર્વક આ પ્રસંગનું આયોજન કરી જાહેરનામાનો ભંગ કરવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો