તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ભાણવડમાં જુગારની રેઇડ કરવા ગયેલા પોલીસ પર ટોળાનાે હુમલો

ખંભાળિયાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • જુગારીયાઓ ભાગી ગયા બાદ 100 જેટલા ટોળા સામે ગુનો નોંધાયો

ભાણવડના મોટા કાલાવડ ગામે ગત રવિવારે હોળીના પર્વના સાંજના સમયે ભાણવડ પોલીસ દ્વારા જુગારના અડ્ડા પર દરોડાની કાર્યવાહી હાથ ધરતા જુગારીઓને પોલીસે ઝડપી લેતા સ્થાનિક શખ્સો દ્વારા પોલીસ પર હુમલો કરી આશરે સો જેટલા લોકોના ટોળાએ પોલીસને ઘેરી લેતા ટોળા અને પોલીસ વચ્ચે બબાલ સર્જાતા જુગારીઓ નાશી છૂટ્યાનો બનાવ બન્યો હતો આ બનાવ અંગે પોલીસે એક આરોપીને હસ્તગત કરી અન્ય શખ્સોને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ભાણવડ તાલુકાના મોટા કાલાવડ ગામે આહીર સમાજની વાડી પાસે જુગારના અડ્ડા પર ગત રવિવારે હોળીના પર્વના સાંજે ભાણવડ પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં જુગાર રમતા મેસુર પીઠાભાઈ કનારા, પરબત ઉર્ફે પબો દેવાણંદભાઈ ચાવડા, અરજણ ઉર્ફે કાલી સમાતભાઈ કનારા, ગોવાભાઈ દેવાણંદભાઈ ચાવડા, માલદેભાઈ દેવરખીભાઈ કનારા તથા અન્ય બે અજાણ્યા શખ્સોને ઝડપી પાડયા હતા આ કાર્યવાહી દરમ્યાન પોલીસ સાથે ઝપાઝપી કરી તે દરમ્યાન આ સ્થળે કરશન પાલાભાઈ ચાવડા, વલ્લભભાઈ પાલાભાઈ ચાવડા, રામભાઈ મોહનભાઇ નંદાણીયા, લખમણ જીવાભાઈ ચાવડા, જગુભાઈ કરશનભાઇ નંદાણીયા, સુમિતભાઈ ડાડુભાઇ ચાવડા, ગોગનભાઈ કારાભાઈ વરુ રહે.

બધા કાલાવડ સહિત સો જેટલા લોકોના ટોળાએ ગેરકાયદેસર મંડળી રચી એક સંપ કરી બીભત્સ ગાળો આપી પોલીસ પર હુમલો કર્યો હતો. તે દરમ્યાન એ.એસ.આઈ. લખમણભાઈ લાખાભાઈ ગઢવીને માર મારી ઇજાઓ પહોંચાડી હતી. અને આ બબાલ સર્જી જુગારીઓને છોડાવી લઈ જતા જુગારીઓ નાસી જતા આ બનાવનાં પગલે ડી.વાય.એસ.પી. ચૌધરી, પી.એસ.આઈ. જોષી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

અને પોલીસ દ્વારા આરોપીઓને પકડવા સંઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમ્યાન સુમિત ડાડુ ચાવડા નામના એક શખ્સને પોલીસે ઝડપી પાડી હસ્તગત કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ સમગ્ર બનાવ અંગે પોલીસે સાત જુગારીઓ સહિત આશરે સો જેટલા ટોળા સામે ફરજમાં રુકાવટ સહિતની કલમનો ગુન્હો નોંધી આગળની તપાસ ભાણવડ પી.એસ.આઈ. એન.એચ.જોષી દ્વારા હાથ ધરવામાં આવી છે. આ બનાવે ભારે ચકચાર જગાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો