તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:જામખંભાળિયામાં બર્થ-ડે પાર્ટીની ઉજવણી કરતા 8 યુવકો સામે ગુન્હો

ખંભાળિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 3 શખસો રંગેહાથ ઝડપાયા: ફરાર 5 શખસોની શોધખોળ

દ્વારકા જિલ્લામાં કોરોનાના વધતા પ્રકોપ સામે તંત્ર દ્વારા લોકોને નિયમોના પાલનની અપીલ કરવામાં આવી છે, પરંતુ લોકો હજુ પણ નિયમો માનવા તૈયાર નથી ત્યારે ખંભાળીયામાં 8 જેટલા યુવકોએ નિયમોને નેવે મૂકી બર્થડે પાર્ટીની ઉજવણી કરવામાં આવી હતી. આમ બર્થડે પાર્ટીમાં માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું સરેઆમ ધજાગરા ઉડ્યા હતા જે સામે પોલીસે તમામ સામે ગુનો દાખલ કર્યો છે.

ખંભાળીયા વિસ્તારમાં એ.એસ.આઈ. ભદ્રેશભાઈ ચાવડા સહિતનો સ્ટાફ રાત્રી દરમ્યાન પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન જામનગર દ્વારકા હાઇવે રોડ પર આવેલ માર્કેટિંગ યાર્ડ નજીક મઢુંલી રેસ્ટોરન્ટ પાસે બર્થડે પાર્ટીની ઉજવણી કરી એકબીજાને કેક લગાડી માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સના જાહેરનામાંનો ભંગ કરતા હોવાનું જોવા મળતા પોલીસે બર્થડે પાર્ટીમાં ત્રાટકી કરણ વિનોદ ઘેડિયા, આશિષ જિતેન્દ્ર જોષી તથા અર્જુન કરશન આસાણી નાઓને ઝડપી લીધા હતા. તેમજ રાજેશ રામા ખૂટી, કિશન ઉમેશ ગોકાણી, જતીન ગોસાઈ, કૌશિક નકુમ અને પ્રવીણ ગાગિયા નામના પાંચ શખ્સો ઘટના સ્થળેથી અંધારાનો લાભ લઈ રફુચક્કર થઈ જતા પોલીસે તેની શોધખોળ આરંભી છે.

અન્ય સમાચારો પણ છે...