ગાઈડલાઈનનો ભંગ:ખંભાળિયામાં બેંક ઓફ બરોડાના મેનેજર સામે ગુનો

ખંભાળિયા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેંકમાં ભીડ અંગે પોલીસે કાર્યવાહી કરી

દેવભૂમિ દ્વારકાના વડા મથક ખંભાળિયાના ચોખંડા રોડ પર આવેલી બેંક ઓફ બરોડામાં લોકોની ભીડ એકઠી થઈ હતી જે મુદ્દે નિયમનો ભંગ થતો હોવાનું પોલીસને માલૂમ પડતા બેંક મેનેજર સામે ગુનો નોંધ્યો હતો.થોડા દિવસ પૂર્વે ચોખંડા રોડ ઉપર આવેલ બેંક ઓફ બરોડામાં લોકોની ભીડ એકત્રિત તથા સોશ્યલ ડિસ્ટન્સના નિયમનો ભંગ થતો હોય તે બાબતે ફોટા વાયરલ થતા પોલીસે ખરાઈ કરી બેંકના મેનેજર વિરુદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

કોરોના વાયરસ અંગે સંક્રમણના ચેઇન તોડવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા ચોક્કસ પ્રકારની ગાઈડલાઈનની અમલવારી અંગે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોય ત્યારે ખંભાળીયાના ચોખંડા રોડ ઉપર આવેલ બરોડા બેંકમાં ખેડૂતો અને ગ્રાહકો બેંકની કામગીરી અર્થે મોટી સંખ્યામાં આવ્યા હતા. અને બેંકમાં સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક સહિતના નિયમનો ગત તા.1 જૂનના રોજ ફોટા વાયરલ થતા આ અંગે ખંભાળીયાના પી.આઈ વાગડીયા દ્વારા ખરાઈ કરી બેંકમાં જાહેરનામાંના નિયમની અમલવારી કરાવવા માટે ઉણા ઉતરતા બેંકના મેનેજર કૃપેશકુમાર કુબેરપ્રસાદ ઉવ.44 રહે. જામનગર વાળા સામે જાહેરનામા ભંગ સબબ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કોરોના સંક્રમણ વધતા ગાઈડલાઈનનો અમલ ચૂસ્ત બનાવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...