તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ભીમરાણા પાસે અકસ્માતમાં દંપતિ ખંડિત, પત્નીની નજર સામે પતિનું મોત

ખંભાળિયા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દ્વારકા જિલ્લામાં બે રીક્ષા વચ્ચે સર્જાયેલો ગોઝારો અકસ્માત

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભીમરાણા નજીક બે રીક્ષા વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં દંપતિ ખંડિત થયુ છે.મીઠાપુર જતા દંપતિ પૈકી ગંભીર રીતે ઘવાયેલા આઘેડે જીવ ગુમાવ્યો હતો.પોલીસે રીક્ષા ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધ્યો છે.પોલીસસુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર દ્વારકા જિલ્લાના મીઠાપુર નજીક ભીમરાણા ગામે રહેતા કુંવરબેન તથા તેમના પતિ લગધીરભાઈ વાઘેલા બંને રીક્ષામાં બેસી વેપાર લેવા મીઠાપુર ખાતે જઇ રહયા હતા જે વેળાએ રીક્ષા રીલાયન્સ પેટ્રોલ પંપ પાસેથી પસાર થઇ રહી હતી ત્યારે બેફિકરાઇ તેમજ પુરઝડપે દોડતા અન્ય રીક્ષાના ચાલકે તેને ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો.

જે અકસ્માતમાં રીક્ષાસવાર લગઘીરભાઇને માથા સહિત શરીરના જુદા જુદા ભાગે ગંભીર ઇજાઓ પહોચતા તેનુ મૃત્યુ નિપજયુ હતુ.બનાવની મૃતકના પત્નીની ફરીયાદના આધારે પોલીસે રીક્ષાચાલક સામે અકસ્માત મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...