દુર્ઘટના:આંબરડી પાટિયા પાસે અકસ્માતમાં દંપતિ ખંડિત: પત્નીનું મોત, પતિને ઈજા

ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બાઇકસવાર બાળકને પણ ઈજા, અકસ્માત સર્જનાર કારચાલક સામે ગુનો નોંધાયો

દેવભૂમિ દ્વારકા જિલાના ભાણવડ પંથકના આંબરડી પાટીયા પાસે કારે ડબલસવારી બાઇકને ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો.જેમાં દંપતિ ખંડિત થયુ હતુ.બાઇકસવાર મહિલાને ગંભીર ઇજા થતા તેનુ મૃત્યુ નિપજયુ હતુ.જયારે ચાલક પતિ અને માસુમ બાળકને ઇજાઓ પહોચતા સારવાર અર્થે ખસેડાયો હતો.પોલીસે કારના ચાલક સામે ગુનો નોંધ્યો છે. પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર ઉપલેટાના ગધેથડમાં રહેતા પરાક્રમસિંહ વાળા બાઇક પર તેના પત્ની મીનાબાને પાછળ બેસાડી ભાણવડ પંથકના આંબરડી પાટીયા પાસે પસાર થઇ રહયા હતા ત્યારે ડબલસવારી બાઇકને પુરપાટ વેગે દોડતી કારએ ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો.

જેમાં બાઇકસવાર મીનાબાને માથા સહિત શરીરે ગંભીર ઇજા થતા તેનુ મૃત્યુ નિપજયુ હતુ. જયારે બાઇકચાલક પરાક્રમસિંહને શરીરે નાની મોટી ઇજાઓ અને તેના પુત્રને પણ આંખની બાજુ અને પગના ભાગે ગંભીર ઇજા પહોચતા તુરંત સારવાર અર્થે હોસ્પીટલ ખાતે ખસેડાયા હતા. અકસ્માતના આ બનાવની ઘવાયેલા બાઇક ચાલક યુવાનના સગા લગધીરસિંહ વાળાની ફરીયાદના આધારે ભાણવડ પોલીસે કારના ચાલક સામે અકસ્માત મામલે ગુનો નોંધ્યો છે.જયારે ભોગગ્રસ્ત દંપતિ બાઇક પર ધાર્મિક કાર્યક્રમ પુર્ણ કરી ઘર તરફ બાઇક પર પરત જઇ રહયા હતા ત્યારે માર્ગમાં આ અકસ્માત નડયો હોવાનુ બહાર આવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...