તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamkhambhaliya
  • Corona Transition To Government Offices In Khambhaliya, Post Office Will Be Closed For 4 Days, Postman Corona After DDO, Deputy DDO, Executive Engineer, Clerk

ભય:ખંભાળિયાની સરકારી કચેરીઓમાં કોરોના સંક્રમણ, પોસ્ટ ઓફિસ 4 દિવસ બંધ રહેશે, DDO, ડેપ્યુટી DDO, કાર્યપાલક ઈજનેર, ક્લાર્ક બાદ પોસ્ટમેન કોરોનાગ્રસ્ત

ખંભાળિયા8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ખંભાળીયામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાનો સરકારી કચેરીઓમાં પગપેસારો વધ્યો હોય તેમ એક પછી સરકારી કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થતા સરકારી કર્મચારીઓમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. શુક્રવારે પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા એક પોસ્ટમેનને કોરોના પોઝિટિવ આવતા પોસ્ટ ઓફિસમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.ઓફિસને સેનેટાઇઝર કરાવ્યા બાદ ખોલવાનો આદેશ આવ્યો છે. ચાર દિવસ પોસ્ટ ઓફિસ બંધ રહેશે. જેથી અનેક લોકોના સરકારી કામકાજ ઠપ્પ થઈ જવા પામ્યા છે.

છેલ્લા એકાદ સપ્તાહથી કોરોનાએ સરકારી તંત્રનો એક પછી એક પીછો લીધો હોય એમ જિલ્લા કલેક્ટરના ચાર્જમાં રહેલ ડી.ડી.ઓ.જાડેજાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બાદમાં કાર્યપાલક ઈજનેર મકવાણા ત્યાર બાદ ડેપ્યુટી ડી.ડી.ઓ. વાસ્તવ બાદ એક પટાવાળા અને બાદમાં તાલુકા પંચાયત ક્લાર્કનેનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. શુક્રવારે પોસ્ટમેનને રિપોર્ટ પણ કરોના પોઝિટિવ આવતા સરકારી તંત્રમાં સ્ટેપ બાય સ્ટેપ કોરોનાની એન્ટ્રીથી ભારે હડકપ મચી જવા પામ્યો છે. હાલ જિલ્લાના અનેક અધિકારીઓ અને કર્મચારીઓ કોરોનાની ઝડપે ચડી જતા સરકારી તંત્રમાં ભારે ભયભીતનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.ખંભાળિયા પોસ્ટ ઓફીસ ચાર દિવસ બંધ રહેશે.

અન્ય સમાચારો પણ છે...