વિરોધ પ્રદર્શન:પેટ્રોલ-ડીઝલ, ગેસમાં ભાવ વધારા સામે કોંગ્રેસ મેદાને પડી: ખંભાળિયા, ધ્રોલ, જોડિયામાં ધરણાં

ખંભાળિયા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ બેનરો સાથે રસ્તા પર ઉતરી આવીને કોંગ્રેસી કાર્યકરોએ પ્રદર્શન સાથે સરકારની નીતિ-રીતિને વખોડી

કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલ રાંધણ ગેસ અને આવશ્યક ચીજ વસ્તુના ભાવ વધારા અંગે સમગ્ર દેશમાં ધરણા અને પ્રદર્શન કરવાનું આયોજન કરવામાં આવેલ. આ અનુસંધાને કોંગ્રેસ સમિતિ દ્વારા ખંભાળીયા, દ્વારકા, જોડિયા, ધ્રોલ, હડિયાણા વગેરે જગ્યાઓ પર ધરણાં અને વિરોધ પ્રદર્શન કરી પેટ્રોલ-ડીઝલ, રાંધણગેસ અને આવશ્યક ચીજવસ્તુઓના ભાવ વધારાનો ભારે વિરોધ કર્યો હતો.

ખંભાળીયાના ધારાસભ્ય વિક્રમ માડમ સહિત કોંગ્રેસના જિલ્લા પ્રમુખ યાસીન ગજણ, કિસાન કોંગ્રેસ ના ચેરમેન પાલ અંબાલિયા સહિતના નેતાઓ અને કાર્યકરો દ્વારા વિવિધ બેનરો સાથે ધરણા કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ભાજપ અને સરકાર વિરોધ સૂત્રોચ્ચાર કરી વિરોધ કરીને સરકારને તાત્કાલિક ધોરણે ભાવો નિયમિત કરવા માંગણી કરી હતી.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, યાસીનભાઈ ગજ્જણ, એભાભાઈ કરમુર, પાલભાઇ આંબલિયા જયસુખભાઈ કણઝારીયા અને દેવુભાઈ ગઢવી સહિતના કોંગ્રેસના મોટી સંખ્યામાં અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

ધ્રોલના કોંગ્રેસ કાર્યાલયથી ગાંધીચોક સુધી કાર્યકરો વિરોધ પ્રદર્શન કરતાં કરતાં બેનરો સાથે ગાંધીચોક ખાતે બેસી કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર સામે સુત્રોચ્ચારો કર્યા હતા. ધ્રોલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ જીજુભા જાડેજા, શહેર કોંગ્રેસ પ્રમુખ અદનાનભાઇ ઝન્નર, મહિલા કોંગ્રેસ પ્રમુખ મુમતાઝબેન બબ્બર, તાલુકા કોંગ્રેસ અગ્રણી જી.કે.પટેલ, હિતેષભાઇ કાસુન્દ્રા, હેમંતભાઇ ચાવડા સહિતનાં કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

જોડિયા ખાતે કોંગ્રેસ પક્ષના જોડિયા તાલુકા પંચાયતના પ્રમુખ નાથાલાલ સી.સાવરિયા. અને જોડિયા તાલુકાના કોંગ્રેસ પક્ષના પ્રમુખ મનોજભાઈ ભિમાણીની આગેવાની હેઠળ જોડિયા રિલાયન્સ પેટ્રોલ પમ્પ પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ કાર્યકમમાં કોંગ્રેસના નેતાઓ અને પક્ષના તમામ સદસ્યોએ સાથ સહકાર આપ્યો હતો.બીજલભાઈ. ભરતસિંહ. મગનભાઈ, બાવલાભાઈ, ઝાલાભાઈ, અશોકભાઈ આહીર, બાબુભાઇ સરપંચ, કાનભાઈ વિરડા અને અન્ય કાર્યકતાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જો ભાવ વધારો પરત નહીં. લેવામાં આવે તો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...