તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બબાલ:ખંભાળિયાના બેહમાં શેઢા પાડોશી વચ્ચે તકરાર, યુવાનની હત્યા, ઉગ્ર બોલાચાલી બાદ સર્જાયેલી મારામારી

ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગંભીર ઇજાગ્રસ્તે જામનગરમાં સારવારમાં દમ તોડયો

દેવભૂમિ દ્વારકા જિલ્લના ખંભાળિયા નજીક બેહ ગામે શુક્રવારે સવારે બે શેઢા પાડોશી યુવાનો વચ્ચે બોલાચાલી થઇ હતી જે બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા સર્જાયેલી તકરારમાં એક યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા પહોચતા ખંભાળિયા બાદ વધુ સારવાર અર્થે જામનગરમાં ખસેડાતા સારવારમાં તેનુ મૃત્યુ નિપજયુ હતુ.આથી ખંભાળિયા પોલીસ ટીમ જામનગર ખાતે દોડી આવી છે અને વિધિવત ગુનો નોંધવા તજવિજ હાથ ધરી છે. સુમાહિતગાર સુત્રોમાંથી જાણવા મળતી વિગતમાં ખંભાળિયા તાલુકાના બેહ ગામે શુક્રવારે સવારે શેઢા પાડોશી બે શેઢા પાડોશી યુવાનો વચ્ચે કોઇ કારણોસર બોલાચાલી થઇ હતી.

જે બોલાચાલીએ થોડી વારમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા સર્જાયેલી તકરારમાં બંને વચ્ચે મારામારી થતા રામભાઇ વિરપાલભાઇ ગઢવી નામના યુવાન પર વેજાણંદ ગઢવી નામના શખ્સે હિચકારો હુમલો કરી દેતા માથાના ભાગે ગંભીર ઇજા થતા તેને તુરંત ખંભાળિયાની ખાનગી હોસ્પીટલમાં ખસેડાયા હતા.જયાંથી વધુ સારવાર માટે જામનગરની ખાનગી હોસ્પીટલમાં લઇ જવાતા ટુંકી સારવારમાં તેણે દમ તોડયો હતો.

આ બનાવની જાણ થતા ખંભાળિયા પોલીસની ટીમ જામનગર ખાતે રવાના થઇ છે. જોકે,બનાવ અંગે ચોકકસ કારણ પોલીસ ફરીયાદ નોંધાયા બાદ સ્પષ્ટ થશે.આ બનાવની ફરીયાદના મામલે મૃતકના પરીજનો દ્વારા તજવિજ હાથ ધરાઇ રહી છે.બીજી બાજુ તહેવારો પુર્વે જ નાના એવા ગામમાં હત્યાના આ બનાવના પગલે ભારે ચકચાર મચી જવા પામી છે. જ્યારે મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...