તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભૂ-માફિયાઓમાં દોડધામ:બેટ-દ્વારકામાં જમીન પચાવી પાડ્યાની ફરિયાદ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગના બે ગુના નોંધાયા

ખંભાળિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખંભાળિયાની ભાગોળે પણ ભાડે આપેલું મકાન ગુપચાવ્યાની રાવ: લેન્ડ ગ્રેબિંગ હેઠળ એક ડઝનથી વધુ ગુના

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ વધુ બે ગુના નોંધાયા છે.જેમાં ખંભાળીયામાં મકાન ભાડે રાખી ભાડું નહિ ચૂકવી મકાન પચાવી પાડવા અંગે તથા અન્ય બેટ દ્વારકામાં આશરે 50 લાખની કિંમતની જગ્યા ગેરકાયદે રીતે પચાવી પાડવા અંગે પોલીસે જુદા જુદા ગુના નોંધી તપાસ શરૂ કરી છે.દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના વેરાડ ગામના રહીશ હાલ સુરતમાં રહેતા મહેશભાઈ વલ્લભભાઈ નકુમ નામના યુવાને ખંભાળિયા નજીક એક પ્લોટ લીધો હતો.

જેમાં બે માળનું ત્રણ રસોડાવાળું મકાનનું આશરે 700 ફૂટ જેટલું બાંધકામ કર્યું હતું.જે મકાન ખંભાળીયાના રહીશ ભીખુભા મોતીભા જાડેજાને 11-11 માસના ભાડાના કરારથી આપ્યું હતું.ત્યારબાદ ભીખુભાએ છેલ્લું ભાડું ફેબ્રુઆરી 2020માં આપ્યા પછી ભાડું ચૂકવ્યું ન હતું. બાદમાં ફરિયાદી મહેશભાઈએ મકાન ખાલી કરવાનું કહેતા આરોપી ભીખુભાએ મકાન ખાલી કર્યું ન હતું.

આમ ઉપરોક્ત મકાનની સરકારી જંત્રી મુજબ જમીન તથા મકાન બન્ને થઈને રૂ.6,43,200 તેમજ બજાર કિંમત મુજબ રૂપિયા 25 લાખની કિંમત ધરાવતા મકાનને ગેરકાયદેસર પચાવી પાડવા સબબ આરોપી ભીખુભા મોતીભા જાડેજા સામે ફરિયાદી મહેશભાઇ નકુમએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુન્હો નોંધી પોલીસે આરોપીની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે.

જ્યારે બીજો બનાવ દ્વારકા તાલુકાના બેટ-દ્વારકામાં આવેલ સીટી સર્વે નં.35 વાળી જગ્યા જે 835 ચોરસ મીટર જેટલી થાય છે. તેમાં 100 ફૂટની બે માળની દુકાનો તથા પાછળ 100 વારનો વાડો આવેલ છે. જેની માર્કેટ વેલ્યુ પ્રમાણે આશરે 50 લાખ રૂપિયા કિંમતની દુકાન તથા પાછળના વાળાની જગ્યામાં આરોપી બ્રિજેશ મૂળરાજભાઇ મહેતાએ ગેરકાયદે કબ્જો કર્યો હતો અને પોતાના કબ્જા ભોગવટામાં રાખી આ ઉક્ત જંગી કિંમતની જગ્યા પચાવી પાડવા અંગે ફરિયાદી અજિતભાઈ પ્રેમશંકર જોષીએ ઓખા પોલીસમાં આરોપી બ્રિજેશ મહેતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા નવા લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુન્હો દાખલ કરી આરોપીની અટક સહિતની કામગીરી હાથ ધરી વધુ તપાસ ડીવાયએસપી સમીર શારડાં દ્વારા હાથ ધરવામાં આવી છે. દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં લેન્ડ ગ્રેબિંગના ચાર ગુન્હા દાખલ થતાં ભુમાફિયાઓમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...