તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લેન્ડ ગ્રેબીંગ એકટ:સીમાણી કાલાવડમાં ખેતીની જમીન પચાવી પાડયાની ફરિયાદ

ખંભાળિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં લેન્ડ ગ્રેબીંગ એકટનો વધુ એક ગુનો, આરોપીની શોધખોળ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં ચોવી કલાકમાં જ લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ વધુ એક ગુનો નોંધાયો છે.કાલાવડ સિમાણીના એક શખ્સ સામે ખાનગી ખેતીની જમીન પચાવી પાડવા અંગે પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત રાજ્યભરમાં ભુમાફિયાનો રાફળો ફાટી નીકળ્યો છે.હાલ ભુમાફિયામાં જાણે તંત્રનો ખોફ જ ના હોય તેમ જમીનો ઉપર ગેરકાયદેસર કબ્જો કરી પચાવી પાડવાના કિસ્સાઓ અવાર-નવાર સામે આવે છે. ત્યારે ખંભાળીયા તાલુકામાં વધુ એક લેન્ડ ગ્રેબિંગનો ગુન્હો નોંધાયો છે.

મળતી વિગત પ્રમાણે ખંભાળીયા નજીક સીમાણી કાલાવડ ગામના રહીશ રામસંગભા શિવુભા જાડેજાની રે.સ.નં-68 તથા નવા સર્વે નં-131 વાળી જમીન ઉપર આજ ગામના આરોપી દુદાજી ઘેલાજી જાડેજાએ ગેરકાયદેસર રીતે કબ્જો કર્યો હોવાનો બનાવ બહાર આવ્યો છે,આટલુ જ નહી આરોપી દ્વારા બે પાકા મકાન તથા કૂવો કરી અને જગ્યાનો ભોગવટો કરી ખેતીની જગ્યા પચાવી પાડી હોવાનુ ખુલ્યુ હતુ.

ઉપરોક્ત સર્વે નંબર વાળી 1-64-35 ક્ષેત્રફળની આશરે 10 વીઘા જમીન જેની સરકારી જંત્રી મુજબ કિંમત રૂ. 3,28,700 તથા માર્કેટ વેલ્યુ પ્રમાણે લગભગ 20 લાખ જેટલી કિંમતની જમીન ઉપર ગેરકાયદે કબ્જો જમાવી દેવાના આ સમગ્ર મામલે ફરિયાદી રામસંગભા જાડેજાએ આજ ગામના આરોપી દુદાજી ઘેલાજી જાડેજા વિરુદ્ધ સલાયા મરીન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ અધિનિયમ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો હતો. જેની આગળની તપાસ ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરી દ્વારા હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગનો 10મો ગુનો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...