તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:ઓખામાં પરિણીતાને ઢીકાપાટુનો માર મારી ધમકી ઉચ્ચાર્યાની જેઠ સામે ફરિયાદ નોંધાઈ

ખંભાળિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રીસામણે હોવાની બાબતનું મન-દુ:ખ રાખી ઘર તરફ જતી વેળાએ માર્ગમાં હુમલો

દેવભૂમિ જિલ્લાના ઓખા પંથકમાં રહેતી પરિણીતાઅે ઘરે જતી વેળાએ માર્ગમાં વાળ પકડી ઢીંકાપાટુનો માર મારી ધમકી ઉચ્ચાર્યાની ફરીયાદ જેઠ સામે નોંધાવી છે.ભોગગ્રસ્ત બે માસથી માવતરે રીસામણે હોવાની બાબત અંગે મનદુ:ખ રાખી આ હુમલો કર્યો હોવાનુ ફરીયાદમાં જાહેર થયુ છે.

પોલીસસુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ દેવભૂમિ જિલ્લાના ઓખા વિસ્તારમાં આવેલ નવીનગરી મોદી મંજિલ પાછળ રહેતા શબનમબેન ઇમરાનભાઈ સોરા નામની પરિણીતા બે મહિનાથી પોતાના માવતરે રિસામણે હોય, જે બાબતનું મનદુઃખ તેના આરોપી જેઠ તૌફિક એલિયાસ સોરાએ રાખી ઉશ્કેરાઇ જઇ ગત તા.12ના રાત્રીના સાડા આઠેક વાગ્યે શબનમબેન તથા તેની ભાભી ડેરીએ દૂધ લઈ પાછા ઘરે જઇ રહયા હતા ત્યારે આરોપી જેઠ તૌફિકએ પાછળથી આવી શબનમબેનને ‘તારામાં સુધારો આવશે નહિ’ તેમ કહી અપશબ્દોનો પ્રયોગ કરી શબનમબેનના વાળ પકડી ઢીકાપાટુનો માર માર્યો હોવાનો બનાવ બહાર આવ્યો છે.

આટલું જ નહીં આરોપી જેઠે શબનમબેનને જાનથી મારી નાખવાની ધમકી આપતા આ બનાવ મામલે ઓખા પોલીસે શબનમબેનની ફરિયાદ પરથી આરોપી જેઠ વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદી યુવતી લગભગ બે માસથી માવતરે રિસામણે રહેતા હોવાનું જાહેર થયું છે.

અન્ય સમાચારો પણ છે...