તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાવ:કલ્યાણપુરમાં પરિણીતા પર ત્રાસ ગુજાર્યાની સાસરિયા સામે ફરિયાદ

ખંભાળિયા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ત્રાસ આપી ઘરમાંથી હાંકી કાઢ્યાની પતિ સહિતના સામે રાવ

કલ્યાણપુરના નાવદ્રા ગામે રહેતા કાનાભાઇ હરદાસભાઈના પુત્રી જશુબેનના લગ્ન આ જ ગામના મશરીભાઈ ડાડુભાઈ ચાવડા સાથે થયા હતા. બાદમાં આરોપી પતિ મશરીભાઈ સાથે સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. તેમજ લગ્નજીવન દરમ્યાન સંતાનમાં એક દીકરાનો જન્મ થયેલ અને સાતેક માસ બાદ ફરિયાદી જશુબેનના સાસુ સંતોકબેન ચાવડા તથા સસરા ડાડુભાઇ ચાવડા જશુબેનને ઘરકામ બાબતે મેણા ટોણા મારી ‘’ તું કરિયાવરમાં કાઈ લાવેલ નથી ‘’ તેમ કહી આરોપી પતિ મશરીભાઈને ચડામણી કરતા મશરીભાઈ પણ જશુબેનને ઘરકામ બાબતે તથા રસોઈ બનાવવાનું તને આવડતું નથી તેમ કહી મેણા ટોણા મારી ઝગડો કરી અપશબ્દોનો પ્રયોગ કર્યો હતો. વધુમાં શારીરિક તેમજ માનસિક દુઃખ ત્રાસ આપી જશુબેનને તેના પતિ મશરીભાઈએ ઢીકાપાટુનો માર માર્યો હતો. અને જશુબેનને તેના દીકરા સાથે પહેરેલ કપડે ઘર બહાર કાઢી મુક્તા પરિણીતા જશુબેનએ ઉપરોક્ત આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો