વિવાદ:ભાણવડમાં પરિણીતાને આપઘાતની દુષ્પ્રેરણાની સાસરિયા સામે ફરિયાદ

ખંભાળિયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંતાન પ્રાપ્તિ ન થતા શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળી ભર્યુ આત્મઘાતી પગલું

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં રહેતી પરિણીતાએ મધરાતે ઘરે ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધાના બનાવમાં મૃતકના પતિ સહિત ત્રણ સાસરીયા સામે શારીરીક માનસિક ત્રાસ ગુજારી આપઘાત માટે મજબુર કર્યાની ફરીયાદ નોંધાવાઇ છે. પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર કલ્યાણપુરના ભોગાત ગામે રહેતા રાણાભાઈ ઉર્ફે રાજુ જેસાભાઈ બાબરીયાની બહેન ચંપાબેન ઉર્ફે દક્ષાબેનના લગ્ન આશરે છએક વર્ષ પહેલાં આરોપી મહેશ ડાયાભાઇ સાદીયા સાથે થયા હતા.

જે લગ્નજીવન દરમ્યાન આ દંપતીને સંતાન પ્રાપ્તિ ન થતા આરોપી સસરા ડાયાભાઇ જેતાભાઈ સાદીયા, સાસુ ભાનુબેન ડાયાભાઇ સાદીયા તથા પતિ મહેશ ડાયાભાઇ સાદીયાએ ચંપાબેન ઉર્ફે દક્ષાબેનને ‘’ તું વાંઝણી છો તને સંતાન થતા નથી ‘’ તેમ કહી અવારનવાર શારીરિક માનસિક ત્રાસ આપી મારકુટ કરતા હોવાથી છૂટાછેડા લીધા હતા. જે બાદમાં આરોપી પતિ મહેશએ વિશ્વાસ અને ભરોસો આપી બીજીવાર લગ્ન કરી તેડી ગયા હતા અને ફરીથી ચંપાબેન ઉર્ફે દક્ષાબેનને તેનો પતિ મહેશએ ત્રાસ આપતા બન્ને પતિ પત્ની અલગ રહેવા ચાલ્યા ગયા હતા.

તેમ છતાં તેના સાસુ-ભાનુબેન અને સસરા-ડાયાભાઇએ ‘’ તું વાંઝણી છો તને કોઈ સંતાન થતા નથી તું મરી જા અમોને મો દેખાડતી નહિ ‘’ તેમ કહી ત્રાસ આપવાનું યથાવત રાખ્યું હતું અને આરોપી પતિ-મહેશએ અવારનવાર મારકુટ કરી ત્રાસ ગુજારતા રોજેરોજના કંકાસથી કંટાળી જઇ ચંપાબેન ઉર્ફે દક્ષાબેનએ ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ થયું હતું. આ અંગે પોલીસે મૃતકના ભાઈ રાણાભાઈ બાબરીયાની ફરિયાદ પરથી પતિ સહિત ત્રણેય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...