તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરજકરાડીમાં પરિણીતાએ ગળાફાંસો ખાઇ જીવતર ટુંકાવી લીધાનો બનાવ બહાર આવ્યો હતો જેમાં મૃતક પરિણીતાના પિતાએ તેની પુત્રી પર લગ્નજીવન દરમિયાન ત્રાસ ગુજારી આપઘાત માટે મજબુર કર્યાની ફરીયાદ નોંધાવી છે.જામનગરના રહીશ પરસોત્તમભાઈ કાનજીભાઈ રત્નાગરની 27 વર્ષીય પુત્રી હેતલબેનના લગ્ન મીઠાપુરના સુરજકરાડીના રહીશ નીતિન પીઠાભાઈ શ્રીમાળી સાથે થયા હતા.
જે લગ્નજીવન દરમ્યાન હેતલબેનને ‘’ તું તારા બાપાના ઘરેથી કરિયાવરમાં કઈ લાવી નથી ‘’ તેમ કહી નાની નાની વાતમાં મેણા ટોણા મારી અવાર-નવાર ઝગડા કરી માથાકૂટ કરી વધુ કરિયાવર લઈ આવવા માંગણી કરી દબાણ કરતા અને દહેજ પેટે મોટરસાયકલ લેવા માટે હેતલબેનના પિતા પાસેથી 30 હજાર રૂપિયા લઈ શારીરિક તથા માનસિક દુઃખ ત્રાસ ગુજારવામાં આપતા હેતલબેન કંટાળી જઈને જાતે ગળેફાંસો ખાઈ આયખું ટુંકાવી લીઘુ હોવાનો બનાવ બહાર આવ્યો છે.
આ બાબતે હેતલબેનના પિતા પરસોત્તમભાઈ રત્નાગરની ફરિયાદ પરથી પોલીસે આરોપી પતિ નીતિન પીઠાભાઈ શ્રીમાળી સામે આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.