તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમારકામ:ખંભાળિયામાં વર્ષોથી બંધ ઐતિહાસિક ટાવરના નવા રંગરૂપના કામનો પ્રારંભ

ખંભાળિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ખંભાળિયા શહેરના મધ્યમાં સ્થિત વર્ષોથી બંધ ટાવરને નવા રંગરૂપ આપવાનો પ્રારંભ થયો છે.જેમાં બે બાજુના ટાવરની ઘડીયાળો પણ ચાલુ કરી દેવાઇ છે.જયારે ત્રણેક દિવસમાં જ નવા ઓપ આપવાનુ કામ પુર્ણ કરાશે.

ખંભાળિયા પાલિકા વિસ્તારમાં શહેરની મધ્યમાં આવેલા ટાવર જે વર્ષોથી બંધ પડયો હતો.જે બંધ ટાવરના મામલે યુવા અગ્રણી ઉપરાંત સિનીયર સીટીઝનો દ્વારા રજુઆતો કરાઇ હતી.જેમાં આખરે નગરપાલિકાની આંખ ઉઘડી હતી અને જેને લઈ પાલિકાનાં કારોબારી સમિતિના ચેરમેન હીનાબેન આચાર્ય તથા સદસ્યો દ્વારા ઠરાવ કરીને કામ ચાલુ કરવાનું નકકી કરતા મોરબીના કારીગરોને સાથે રાખીને કામ શરૂ કરાયુ છે તથા બે તરફની ઘડીયાલ ચાલુ થઈ ગઇ છે.

લગભગ ત્રણેક દિવસમાં સંપૂર્ણ કામ પુરૂ થશે.પાલિકા પાલિકા સદસ્ય મહેશભાઈ રાડીયા તથા ચીફ ઓફીસર દ્વારા આ અંગે ખાસ દેખરેખ રાખવામા આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, આ ટાવર ચાલુ કરવા માટે યુવા અગ્રણી દેસુર ધમા સહીતનાં આગેવાનો દ્વારા પાલિકા તંત્રને રજુઆત પણ કરી હતી તથા ગામનાં વૃધ્ધો સિનીયર સીટીઝનો દ્વારા પણ રજુઆતો કરવામાં આવી હતી. જે પાલિકા તંત્ર દ્વારા આ કાર્ય શરૂ કરાયુ છે.

અન્ય સમાચારો પણ છે...