તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:ખંભાળિયા સિવિલ હોસ્પિટલમાં RTPCR લેબોરેટરીનો પ્રારંભ

ખંભાળિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દ્વારકા જિલ્લાના લોકોને રિપોર્ટ માટે જામનગર જવું નહી પડે
  • લેબ શરૂ થતાં 8 કલાકમાં 90 અને 24 કલાકમાં 200 લોકોના ટેસ્ટ થશે

ખંભાળીયા સિવિલ હોસ્પિટલમાં રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે આર.ટી.પી.સી.આર લેબનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. ટેસ્ટિંગ લેબ શરૂ થતા 8 કલાકમાં 90 અને 24 કલાકમાં 200 લોકોના કોરોના ટેસ્ટ થશે.દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના દર્દીઓને આરટીપીસીઆરના ટેસ્ટ માટે જામનગર રિપોર્ટ મોકલવામાં આવતા અને આ રિપોર્ટ 5 થી 6 દિવસ સુધી ન મળતા તેના કારણે કોરોનાના દર્દીઓને અને તેમના પરિવારોને વ્યાપક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.આ બાબતે રજુઆતોના પગલે આરોગ્ય તંત્ર અને જિલ્લા કલેક્ટર દ્વારા સંકલન કરી લેબની સુવિધા ઉભી કરી છે.

ખંભાળિયા સિવિલ હોસ્પિટલમાં નવનિર્મિત આર.ટી.પી.સી.આર. લેબનું લોકાપર્ણ સોમવારે રાજયમંત્રી હકુભા જાડેજાએ કર્યું હતું. લેબમાં 8 કલાકમાં 90 અને 24 કલાકમાં 200 કોરોના રિપોર્ટના ટેસ્ટિંગ થશે. લેબ શરૂ થતા હવે દ્વારકા જિલ્લાના લોકોને જામનગર જવું નહીં પડે અને પાંચથી સાત દિવસ રિપોર્ટની રાહ જોવાને બદલે રિપોર્ટ તાત્કાલિક મળી જશે. જેથી દર્દીઓને તાત્કાલીક સારવાર થઇ શકશે અને સંક્રમણ ફેલાવો અટકાવી શકાશે.

અન્ય સમાચારો પણ છે...