તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિકાસ:ખંભાળીયામાં તેલી નદી પરના સિનેમા રોડ પર સીસી રોડનુ કામ શરૂ કરાયું

ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ખંભાળિયાના સતત ધમધમતા તેલી નદી પરના વિજય સિનેમા રોડથી સુખનાથ મહાદેવ સુધીના સીસી રોડનુ કામ શરૂ થતા શહેરીજનોમાં આંનદ છવાયો છે.નવી ચુંટાયેલી પાંખ દ્વારા રોડના પ્રથમ કામથી લોકોની સુખાકારીમાં વધારો થવાનો આશાવાદ સેવાય રહયો છે.

દેવભૂમિ જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં આજુબાજુના નાના મોટા અનેક ગામોના હટાણાના પગલે દરરોજ બહોળી સંખ્યામાં લોકોની ભીડ ઉમટે છે.જેના કારણે ટ્રાફિક સમસ્યા પણ સર્જાતી હોવાની ફરીયાદો ઉઠવા પામી હતી.જેમાં ખંભાળીયા પાલિકા દ્વારા તેલી નદી વિજય સિનેમા રોડ પરથી સુખનાથ મહાદેવ સીધો સી.સી.રોડ બનાવવા આયોજન કરીને લોકોને ટ્રાફિક ના નડે તે રીતે સલાયાનાકા કે પોરબંદર ભાણવડ રોડ પર જઈ શકાય તે માટે સી.સી.રોડનું કાર્ય શરૂ કરાયું હતું. ખંભાળિયા નગરપાલિકાની નવી બોડી દ્વારા પ્રથમ શરૂ થયેલા આ સી.સી. રોડના કામ સારી રીતે અને ગુણવત્તાયુક્ત રસ્તા લોકોને મળે તેવું આયોજન પણ હાથ ધરાયુ છે.

અન્ય સમાચારો પણ છે...