જગતનો તાત નિરસ:મગફળી વેંચવા 6523 ખેડુતોને બોલાવ્યા, માત્ર 683 આવ્યા !

ખંભાળિયા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દ્વારકા જિલ્લામાં સરકારના ટેકાના બદલે ખુલ્લા બજારને ખેડુતોની અગ્રીમતા
  • ખંભાળિયા 9490, કલ્યાણપુરના13197, ભાણવડના 6591, દ્વારકા 835 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું’તું

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યાર સુધી 6523 ખેડૂતોને ટેકાના ભાવે મગફળી વહેંચવા માટે એસએમએસ કરવામાં આવ્યા હતા.જે સામે માત્ર 683 ખેડૂતોએ પોતાની મગફળી ટેકાને ભાવે વહેંચી છે.દ્વારકા જિલ્લામાં ખેડૂતો સરકારનો ટેકો લેવાને બદલે ખુલ્લા બજારોમાં પોતાની મગફળી વેચવા પ્રાથમિકતા દર્શાવી રહ્યા હોય તેવુ ચિત્ર ઉપસી રહયુ છે.યાર્ડની હરાજીમાં વેપારીઓ અને કમિશન એજન્ટો પાસે મગફળી વહેચી રહ્યા છે. જ્યારે ટેકાના ભાવે વેચવામાં નબળો પ્રતિસાદ જોવા મળ્યો છે.

દ્વારકા જિલ્લામાં કુલ 30063 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં ખંભાળીયામાં 9490, ભાણવડ 6591, કલ્યાણપુર 13197 અને દ્વારકા તાલુકામાં 835 ખેડૂતોએ ટેકાને ભાવે મગફળી વહેચવા રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં અત્યાર સુધી ખંભાળીયા તાલુકાના 1925 ખેડૂતોને એસએમએસ કરવામાં આવ્યા છે. તેમાંથી માત્ર 168 ખેડૂતો આવ્યા, ભાણવડમાંથી 1825 ને એસએમએસ કરાયા તેમાંથી 186, કલ્યાણપુરમાંથી 2773 ખેડૂતોને મગફળી વહેંચવા બોલાવામાં આવ્યા તેમાંથી 332 ખેડૂતો આવ્યા છે.

ખંભાળીયામાં સૂકી ખેતી કેન્દ્ર ખાતે, ભાણવડમાં માર્કેટિંગ યાર્ડમાં અને કલ્યાણપુરમાં ગૌશાળા ખાતે ચાલતી ટેકાના ભાવેની ખરીદીમાં અત્યાર સુધી 6523 ખેડૂતોને એસએમએસ કરીને મગફળી વહેંચવા જાણ કરવામાં આવી હતી. પરંતુ તેમાંથી 686 ખેડૂતોએ ટેકો લીધો છે. આમ ટેકાને બદલે ખુલ્લા બજારમાં મગફળીની વહેંચણી કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે ધીંગા વરસાદ બાદ ખેડૂતોએ પુષ્કર પ્રમાણમાં મગફળીનું વાવેતર કર્યું છે.

કાલાવડ યાર્ડમાં રેકર્ડબ્રેક આવક
કાલાવડ માર્કેટીંગ યાર્ડમાં ગુરૂવારે મગફળીની રેકર્ડબ્રેક આવક થઈ હતી. 20 હજાર જેટલી ગુણીઓ સહિત 35 હજાર મણની મબલખ આવકથી યાર્ડ ઉભરાયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...