તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચકચાર:ભાટિયાના વેપારી સાથે ધંધામાં ભાગીદારી કરી બે શખ્સે રૂા. 31 લાખ-જીપ પડાવી લીધા

ખંભાળિયા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • વધુ રૂા. 40 લાખની ઉઘરાણી કરી વેપારી અને પરિવારને મારી નાખવાની ધમકી
 • ભોપાલકાના બે શખ્સ સામે મનીલેન્ડ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ

કલ્યાણપુરના ભાટીયાના એક વેપારી સામે ચાલુ ધંધામાં ભાગીદારી કર્યા પછી ભોપલકાના બે શખ્સે હિસાબ નહીં આપી વ્યાજના નામે રૂ.31 લાખ અને જીપ પડાવી લીધા પછી રૂ.40 લાખ વધુ આપવા દબાણ કરી વેપારી અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાતા ચકચાર જાગી છે. પોલીસે ભોપાલકાના બંને શખસો સામે મનીલેન્ડ એકટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભાટીયા ગામમાં રહેતાં હેમતભાઈ ઉર્ફે ભીખુભાઈ ભીમાભાઈ નકુમ સાથે ત્રણેક વર્ષ પહેલાં ભોપાલકા ગામના રાજેન્દ્રસિંહ સજુભા અને યુવરાજસિંહ સજુભા જાડેજા નામના બે શખ્સે ચાલુ ધંધામાં ભાગીદારી કરી હતી. તે પછી ભીખુભાઈની શિવ એજન્સી નામની પેઢી ધીમે ધીમે કરીને પડાવી લીધા પછી હિસાબ પણ આપવામાં આવતો ન હતો તેથી ભીખુભાઈએ હિસાબ દેખાડવાનું કહેતાં ધાકધમકી અપાતી હતી.

આ શખસોએ ધંધામાં મોટી રકમ રોકી હોવાનું કહી અંદાજે રૂ.31 લાખ પડાવી લીધા હતાં અને એજન્સીમાં ચલાવવામાં આવતી પીકઅપ વાન પણ ઝુંટવી લીધી હતી. મસમોટી રકમ પડાવ્યા બાદ પણ રાજેન્દ્રસિંહ અને યુવરાજસિંહે વધુ રૂ.40 લાખ મેળવવા ભીખુભાઈ અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપતા વેપારીએ ગામ છોડવું પડયું હતું અને એસપીથી માંડી વડાપ્રધાન સુધી અરજી કરી હતી. કલ્યાણપુર પોલીસે અરજીની તપાસ હાથ ધર્યા પછી તથ્ય જણાતા ભીખુભાઈની ફરિયાદ પરથી રાજેન્દ્રસિંહ અને યુવરાજસિંહ સજુભા સામે મનીલેન્ડ એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો