તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamkhambhaliya
 • Both The Accused, Including A Constable, Were Sent To Jail In The Khambhaliya Bribery Case. Both Were Caught Taking Bribe Of Rs 15,000 In A Cricket Betting Case.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ખંભાળિયાની લાંચ કેસમાં કોન્સ્ટેબલ સહિત બન્ને આરોપી જેલ હવાલે કરાયા, ક્રિકેટના સટ્ટા પ્રકરણમાં રૂપિયા 15 હજારની લાંચ લેતા બન્ને ઝડપાયા હતાં

ખંભાળીયા5 મહિનો પહેલા
 • કૉપી લિંક

ખંભાળીયામાં મેચ પર સટ્ટો રમવા બાબતે પોલીસ કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહ પ્રવિણસિંહ રાઠોડ વતી લાંચ લેતા નગરગેઇટ વિસ્તારમાં આવેલ પોલીસ ચોકીની સામે મોબાઇલની દુકાન ચલાવતા વચેટીયો દેવ અમિતભાઇ જોષી અને ખંભાળીયા પોલીસ મથકમાં ફરજ બજાવતા યોગેન્દ્રસિંહ રાઠોડને 15000 હજારની લાંચ લેતા પ્રકરણમાં એ.સી.બી.એ ઝડપી પાડયા હતા. અને આ બન્નેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા ધરપકડ કરી લેવામાં આવી હતી. અને એસીબી ઓફિસે લઈ જવાયા બાદ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

પોલીસમેન યોગેન્દ્રસિંહ દ્વારા 10 હજાર અન્ય બે પોલીસ કર્મીઓના માટે લીધા હોવાનું પ્રાથમિક પૂછપરછમાં રટણ કર્યું હતું. તપાસનીશ એસીબી પીઆઈએ અન્ય બે પોલીસ કર્મીઓના નિવેદન લઈ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસમેન યોગેન્દ્રસિંહ અને વચેટીયો દેવ જોષીને વધુ તપાસ અર્થે ખંભાળીયા કોર્ટમાં રજૂ કરી 4 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. રિમાન્ડ નામંજુર થતા બંનેને જેલ હવાલે કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો