તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આમાં કેમ ભણશે ગુજરાત:દ્વારકામાં ધો.9થી 12ના પુસ્તકો પહોંચાડાયા જ નથી !, રાજ્યમાં શાળાઓ શરૂ થઈ ગઈ છતાં હજુય અનેક જિલ્લા પુસ્તકો વિહોણા

ખંભાળિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સપ્તાહ પૂર્વે શૈક્ષણિક સત્ર શરૂ, છાત્રો શું કરે? યક્ષ પ્રશ્ન

રાજયના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે ઘો.9થી 12ની નિયત શાળાઓને પુસ્તકો આપવામાં આવે છે.જેને નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ પુર્વેજ જે તે શાળાએ પહોચતા કરવામાં આવે છે.પરંતુ ચાલુ વર્ષે દેવભૂમિ દ્વારકા સહિત અનેક જિલ્લામાં હજુ સુધી પાઠય પુસ્તક મંડળે અમુક પુસ્તકો જ પહોચાડયા ન હોવાનુ સામે આવ્યુ છે.ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રતિવર્ષ ધો-9થી 12ની સરકારી અર્ધ સરકારી તથા ગ્રાન્ટેડ શાળાને પુસ્તકો આપવામાં આવે છે, સરકારની વિનામૂલ્યે પાઠ્યપુસ્તકોની સ્કીમમાં જૂન માસમાં શાળા શરૂ થતાં પહેલાં વેકેશનમાં જ પાઠ્યપુસ્તકો વિતરણ સ્થળે પહોંચતા કરી દેવામાં આવે છે.

જેથી શાળાઓ શરૂ થાય તે પહેલાજ પુસ્તકોનુ વિતરણ થઈ જાય પરંતુ ચાલુ વર્ષે જુનમાં વિતરણ કરવા માટે ફેબ્રુ.-માર્ચ પહેલા જ શાળા પાસેથી ઇન્ડેન્ટ મંગાવાયા હોય તથા રાજ્યના શિક્ષણ વિભાગે 18-06 સુધીમાં દરેક છાત્રોને પુસ્તકો આપવાનો હુકમ કર્યો છે.પણ હજુ પાઠ્યપુસ્તક મંડળે દ્વારકા જિલ્લા સહિત અનેક જિલ્લાઓમાં પુસ્તકો જ પહોંચાડ્યા નથી!! મુખ્ય વિતરણ સ્થળે પુસ્તકો પહોંચે પછી વિતરણ થાય પણ ત્યાંજ પહોંચ્યા નથી તો 7-06-21ના શાળા શરૂ થઈ ગઈ છે. ધો.9/10માં પ્રવેશ પણ થઈ ગયા છે,ત્યારે હજુ સુધી પુસ્તકો ના આવતા છાત્રો શુ કરે તે મોટો પ્રશ્ન ઉભો થયો છે.

એક-બે દિવસમાં જ પુસ્તકો આવી જશે
આ અંગે પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી વાઢેરે જણાવ્યું હતું કે, ધો. એકથી આઠના અમુક સિલેબસ સિવાયના તમામ પુસ્તકો આવી ગયા છે,ધો.9થી 12 માટે રાજ્યમાં પુસ્તકોનું વિતરણ શરૂ કરાયું છે,ત્યારે એક-બે દિવસમાં દ્વારકા જિલ્લામાં પણ પુસ્તકો આવી જશે, હાલ અત્યારે કન્ટેઇન અને પાઠયપુસ્તકો તમામ સુધી ઓનલાઈન મારફતે પહોચે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.

ઓનલાઈન ક્લાસમાં પણ સ્કૂલ ડ્રેસ ફરજિયાત પહેરવાના દુરાગ્રહથી રોષ, વાલીઓને યુનિફોર્મ ખરીદવા માટે પરોક્ષ રીતે દબાણનો પણ આક્રોશ

દ્વારકા જિલ્લાની અમૂક શાળાઓના મનઘડંત નિયમોથી વાલીઓ અકળાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વર્તમાન પરિસ્થિતિમાં જુદી જુદી સ્કૂલો દ્વારા ઓનલાઈન ક્લાસમાં શિક્ષણ આપવમાં આવે છે. ત્યારે કેટલીક સ્કૂલોમાં ઓનલાઈન કલાસ દરમ્યાન ફરજીયાત યુનિફોર્મ નકારવામાં આવ્યા છે. જ્યારે કેટલીક સ્કૂલો દ્વારા યુનિફોર્મ ખરીદવાનું અને ઓનલાઈન કલાસ દરમ્યાન ફરજીયાત યુનિફોર્મ દુરાગ્રહ રાખતા વાલીઓને આર્થિક ભારણ સાથે રોષ જોવા મળી રહ્યો છે.જિલ્લામાં કેટલીક શાળાઓ પૂરેપૂરો સમય ઓનલાઈન શિક્ષણ પણ નથી આપતા હોવા છતાં ફી ઘટાડવાનું નામ નથી લેતા તેમજ અમુક શાળાઓ સ્કૂલ પાસેથી જ બુક ખરીદી કરવા સહિતનો આગ્રહ રાખી રહી છે.

​​​​​​​ઓનલાઈન ક્લાસમાં પણ વિદ્યાર્થીઓને યુનિફોર્મ ફરજિયાત પહેરવાનું અને યુનિફોર્મ ખરીદીનો આગ્રહ ઓનલાઈન કલાસ દરમ્યાન વિદ્યાર્થીઓને શિક્ષણ આપતા શિક્ષકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. ત્યારે હાલ ઓનલાઈન ક્લાસમાં યુનિફોર્મ ફરજિયાત અને હાલની ડામાડોળની પરિસ્થિતિમાં નવા યુનિફોર્મ ખરીદી કરવા અંગે વાલીઓ પર વધુ આર્થિક દબાણ ઉભું થયું છે. હજુ ઓનલાઈન દ્વારા શિક્ષણ કેટલો સમય ચાલે તે પણ હજુ કોઈ નિશ્ચિત નથી.

અન્ય સમાચારો પણ છે...