તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

નિ:શુલ્ક કેમ્પ:ખંભાળિયામાં ઉકાળો અને નાશ આપવાનો સેવાયજ્ઞ એકસાથે 21 જગ્યાએ શરૂ થયો, 10 દિવસ ચાલશે

ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં પ્રથમ દિવસ શુક્રવારે જ સાત હજારનગરજનોએ લાભ લીધો
  • શહેરના અગ્રણીઓએ ભેગા મળીને કરેલું સુચારૂ આયોજન
  • સ્વૈચ્છિક રીતે જુદી-જુદી ટીમો બનાવીને જવાબદારી વહેંચી લેવાઈ

ખંભાળિયામાં શુક્રવારથી 10 દિવસ માટે રોજ સવારે 10 થી 12 વાગ્યા સુધી 21 સ્થળોએ સ્ટોલ ઉભા કરી આયુર્વેદિક ઉકાળા અને વરાળથી નાસ આપવા માટેનો સેવાયજ્ઞ શરુ કરાયો છે. ખંભાળિયામાં વેપારી આગેવાનો, સેવાભાવી સંસ્થાઓ અને સેવાભાવી કાર્યકરો દ્વારા કોરોનાનું લોકલ સંક્રમણ અટકાવવા કમર કસી લેવામાં આવી છે. ખંભાળિયામાં એકસાથે 21 જગ્યાએ કેમ્પ ઉભા કરીને નગરજનોને આયુર્વેદિક ઉકાળા અને નાસ્તો લેવા સહિતના આયોજન ગોઠવાયા છે.

આ યજ્ઞ ખંભાળિયાના સેવાભાવીઓ દ્વારા સ્વૈચ્છિક અને સ્વખર્ચે પ્રારંભ કરાયો છે. કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે મહત્વની એવી રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેના પ્રયાસોમાં દરરોજ ઉકાળા વિતરણ, માસ્ક વિતરણ, તથા ગરમ નાસ આપવાના આ સેવાકાર્યમાં યુવાનો કાર્ય કરો તથા વિવિધ સંસ્થાના હોદ્દેદારો દ્વારા સ્વૈચ્છિક રીતે જુદી જુદી ટીમો બનાવી અને દરરોજ અવિરત રીતે સેવા કરશે. આ સેવાયજ્ઞમાં પ્રથમ દિવસે જ 7000 લોકોએ લાભ લીધો હતો.

આ સેવાકીય પ્રવૃત્તિમાં પરેશભાઈ મહેતા, નિલેશભાઈ કુંડલીયા, દીપકભાઈ ચોક્સી, દિવુભાઈ સોની, વિનુભાઈ બરછા , ધીરેનભાઈ બદીયાણી, પરબતભાઇ ગઢવી, શૈલેષભાઈ કણજારીયા, વિજયભાઈ કટારીયા, જીગ્નેશ ભાઈ પરમાર, જયેસભાઈ ગોકાણી , જયેશભાઇ કણઝારીયા, મિલનભાઈ વોરીયા, દિલીપસિંહ ચાવડા, હસુભાઈ ધોળકિયા, ઇન્દ્રજીત જાડેજા, અશોકભાઈ કાનાણી, ડૉ. સાગર ભૂત, ડૉ. પડિયા, ઈમ્તિયાઝખાન પઠાણ, યુનુસ દારૂવારા, વનરાજસિંહ વાઢેર, ઘનશ્યામસિંહ વાઢેર, સંજયભાઈ બથિયા, જીતુભાઈ નકુમ, ભીખુભા જેઠવા, નીરજ કાકુ, નીરવ કવૈયા, પુનિત તન્ના, કિરીટભાઈ મજીઠીયા, હિતેન્દ્રભાઇ આચાર્ય, મહેન્દ્રભાઈ જોષી, મિલનભાઈ સાયાણી, રાકેશભાઈ દાવડા, અતુલભાઈ દાવડા, સહિતના કાર્યકરો જોડાયા છે.

આ 21 સ્થળોએ શરૂ થયેલા કેમ્પ 10 દિવસ ધમધમશે
- ગરબીચોક,રામનાથ સોસાયટી
- પોરનું નાકુ, ટાઉન હોલ
- જોધપુર ગેટ, મેઇન ચોક
- જલારામ મંદિર
- જે.ડી. સોનગરા હાઉસ, નવા પરા
- પોલીસ ચોકી નગર ગેટ
- સતવારા ચોરા
- પરેશ ટ્રેડિંગ પાસે
- દરબાર જ્ઞાતિની વાડી
- દરબારગઢ
- વ્હોરાવાડ
- બંગડી બજાર
- અતુલભાઈ સોની હાઉસ
- શિવમ સોસાયટી ખામનાથ મંદિર પાસે
- ગુજરાત મિલ ચોક
- માંડવી ટીંબો
- પરજિયા સોની જ્ઞાતિની વાડી રેલ્વે સ્ટેશન રોડ
- તિરૂપતિ સોસાયટી મહાદેવના મંદિર પાસે
- ચાર રસ્તા, મપારા પરોઠા હાઉસ પાસે
- હરસિદ્ધિ નગર
- પઠાણ પાડો

પાલિકાએ સેવાકાર્યમાં રસ ન લીધો
ખંભાળિયામાં પ્રબુદ્ધ નાગરિકો દ્વારા હાથ ધરવામાં આવેલું આ સેવાકાર્ય વધુ સુવિધાયુક્ત બને એ માટે વેપારી આગેવાનો અને સેવાભાવી કાર્યકરોએ નગરપાલિકાના તંત્રનો સાથ સહકાર માંગ્યો હતો પણ, નગરપાલિકા દ્વારા આ મામલે ઉદાસીન વલણ રખાયું હતુ. જાહેર આરોગ્યલક્ષી આ પ્રજાકીય કામમાં પણ સહકાર ન અપાતા ખંભાળિયા પાલિકા તંત્ર ટીકાપાત્ર બન્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો