તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:કલ્યાણપુરના લીંબડી હાઇવે પર બાઈક સ્લીપ થતા ચાલકનું મોત

ખંભાળિયા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દોઢ માસ પૂર્વેના અકસ્માતમાં ઘવાયેલા યુવકનું સારવારમાં મૃત્યુ

દ્વારકા- ખંભાળિયા ધોરીમાર્ગ પર લિબંડી હાઇવે પર આશરે દોઢ મહિના પૂર્વે સર્જાયેલા બાઇક અકસ્માતમાં ઘવાયેલા ગુરગઢ ગામના એક ચાલક યુવાનનું સારવારમાં મૃત્યું નિપજયુ હતુ.પોલીસે અકસ્માત મામલે ફરીયાદ નોંધી હતી. પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગુરગઢ ગામે રહેતા અરજણભાઇ માલદેભાઇ ચૌહાણ (ઉ.વ. 27) નામનો યુવાન ગત તા. 14-03-21ના બપોરના આશરે બે વાગ્યાના સુમારે લિબંડી હાઇવે પર ખોડિયાર માતાજીના મંદિર પાસે પસાર થઇ રહયો હતો જે વેળાએ પુરઝડપે તેમજ ગફલતભરી રીતે ચલાવતા બાઇક પરનો કાબૂ ગુમાવી દેતા બાઇક સ્લીપ થઈ જતા ચાલક યુવાનને ગંભીર ઇજા પહોચી હતી.

આથી તેને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો જયાં લાંબી સારવાર દરમિયાન તેનુ મૃત્યુ નીપજ્યું છે. અકસ્માતના આ ગોઝારા બનાવ અંગે કલ્યાણપુર પોલીસે મૃતકના ભાઈની ફરિયાદ પરથી અકસ્માત મામલે ગુનો નોંધ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.નવયુવાનનો અકસ્માતમાં ભોગ લેવાતા પરીવારમાં શોકનુ મોજુ ફરી વળ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...