તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહાય:દ્વારકા જિલ્લાના કોરોનાકાળમાં 13 અનાથોને બાળસેવા યોજનાનો લાભ

ખંભાળિયા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યમંત્રીના હસ્તે સહાય યોજનાનો પ્રારંભ કરાવાયો

ખંભાળિયા જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે જિલ્લા બાળ સુરક્ષા વિભાગના દ્વારા કોરોનાના કારણે માતા-પિતા બંનેના અવસાનથી અનાથ બનેલા બાળકોના ભરણપોષણ, શિક્ષણ, આરોગ્ય અને સ્વરોજગારી માટે તાલીમ, લોન અને સહાય આપવા મુખ્યમંત્રી બાળ સેવા યોજના લોન્ચીંગનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કલેક્ટર એમ.એ. પંડ્યાની અધ્યક્ષતામાં યોજાયો હતો.

જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના આ યોજનાના લાભાર્થીના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત બાળકોને શૈક્ષણિક કિટ અને યોજના આદેશનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.બાળકોના સ્વર્ણિમ ભવિષ્ય માટે અમલીકરણ કરાયેલી આ યોજના હેઠળ સહાય પેટે દર માસે લાભાર્થી બાળક દીઠ રૂપિયા 4,000 બાળકના ખાતામાં ૧૮ વર્ષ પૂર્ણ કરે ત્યાં સુધી મળશે તેમ પણ ઉમેર્યુ હતું.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર એમ.એ.પંડ્યાએ ઉપસ્થિત લાભાર્થી બાળકોને સારી રીતે અભ્યાસ કરવા જણાવી તેમના પાલક માતા-પિતાને પણ બાળકને પોતાનું બાળક સમજી તેમને મળેલ જવાબદારીને યોગ્ય રીતે નિભાવી બાળકને એક જવાબદાર નાગરીક બને તે પ્રમાણે તેમનો ઉછેર કરવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...