ખંભાળિયા નજીક આથમણા બારા ગામે થયેલી માથાકુટ પ્રકરણમાં ઇજાગ્રસ્તની ફરીયાદ પરથી પોલીસે આઠ સામે હત્યા પ્રયાસનો ગુનો નોંધ્યો છે. રવિવારે રાત્રે બે પરીવાર વચ્ચે બબાલ થયા બાદ હુમલો કર્યાનુ જાહેર થયુ છે.
ખંભાળીયા તાલુકાના અથમણા બારા ગામે રહેતા અભેસંગ ભૂપતસિંહને સગપણની બાબતે આરોપી ગોવુભા સુરાજી જાડેજા સાથે બોલાચાલી થતા એકી સાથે આઠ આરોપીઓ ગોવુભા સુરાજી જાડેજા, જોરૂભા ગોવુભા જાડેજા, હેમભા ચંદ્રસિંહ જાડેજા, પ્રવિણસિંહ ગોવુભા જાડેજા, દાજીભા ઉમેદસંગ જાડેજા, ભીખુભા ઉમેદસંગ જાડેજા, જાલમસંગ બચુભા જાડેજા, દિલીપસિંહ મનુભા ચૌહાણએ એક સંપ કરી કુહાડી, લાકડી સહિતના હથિયારો વડે હુમલો કર્યાનો બનાવ બહાર આવ્યો છે.જે બનાવ મામલે આઠ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે.
આ ફરીયાદમાં અભેસંગ જાડેજા તથા સાહેદ કિરીટસિંહ તથા કુસુમબા તથા લક્ષ્મીબા તથા હરદેવસિંહ ઉપર હુમલો કરી ગંભીર તેમજ મુંઢ ઇજા કરી માર માર્યાનુ જાહેર થયુ છે. સલાયા પોલીસે આઠેય સામે હત્યા પ્રયાસનો ગુનો નોંધ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.