તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝપાઝપી:દ્વારકામાં દિવાલ પ્રશ્ને યુવાન પર લાકડાના ધોકા વડે હુમલો

ખંભાળિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અન્ય સાથે ઝપાઝપી થઈ, મહિલા સહિત 3 સામે રાવ

દ્વારકામાં ભદ્રકાળી મંદિર ખાતે રહેતા સચિન નારણ સવાણીના ભાઈને એક સંસ્થાના ટ્રસ્ટી ચેતનભાઈએ સંમતિપત્રક આપ્યુ હોવાથી ભદ્રકાળી મંદિર તથા તેની બાજુમાં મનોજભાઇની જગ્યા આવેલ હોય, તે જગ્યા વચ્ચે ટ્રસ્ટીની સંમતિથી વચ્ચે દીવાલ બનાવતા તે દરમ્યાન આરોપી રવિ ઓડિચ તથા મેરુ વાઘેર ફરિયાદી સચિન તથા સાહેદ સંદીપભાઈને ગાળો આપી તેની સાથે ઝપાઝપી કરી ધોકા વડે સચિનને ઘા ઝીંકી મુંઢ કર્યાનું બહાર આવ્યું છે.

જયારે સાહેદ સંદીપભાઈને પણ ઘા મારી મુંઢ ઇજાઓ પહોંચાડી હતી. આરોપી મહિલા શારદાબેનએ સચિનને પાઇપ વડે ઘા મારી મુંઢ ઇજા પહોંચાડી હતી,આરોપી રવિ ઓડિચ ફરિયાદી સચિનને તથા સાહેદ સંદીપભાઈને ધમકી આપતા આમામલે પોલીસે ત્રણેય આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...