તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બઘડાટી:કલ્યાણપુરના ચાચલાણામાં મિત્ર સાથે મન-દુ:ખના કારણે યુવક ઉપર હુમલો

ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેફામ માર મારી જાનથી મારી નાખવાની ધમકી મામલે મહિલા સહિત 4 સામે ગુનો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ચાચલાણા ગામે રહેતા યુવાન પર લાકડી વડે હુમલો કરી ફ્રેકચર સહિતની ઇજા પહોચાડીને ધમકી આપ્યાની ફરીયાદ મહિલા સહિત ચાર સામે નોંધાવાઇ છે. મિત્ર સાથે મનદુ:ખના કારણે ભોગગ્રસ્ત સાથે પણ મનદુ:ખ રાખી આ હુમલો કર્યાનુ ફરીયાદમાં જાહેર થયુ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ચાચલાણા ગામે ધાર વિસ્તારમાં રહેતા સાદિક મુસામભાઈ સાટી નામના યુવાનના મિત્ર સાજીદભાઇ સાથે આરોપી કિરીટવન મારાજ, મટુબેન કોળી, દેવશીભાઈ કોળી, પાલાભાઈ કોળીને મનદુઃખ હોય, જેથી સાદિકને બોલાવી લેવાનું કહી ફરિયાદીના મિત્ર સાજીદભાઇ સાથેના મનદુઃખના કારણે ફરિયાદી સાદિક સાથે મનદુઃખ રાખી ઉપરોક્ત આરોપીઓએ સાદિકને ગાળો ભાંડી અને આરોપી કિરીટવન મારાજ ,દેવશીભાઈ કોળી તથા પાલાભાઈ કોળીએ લાકડી વડે ફરિયાદી સાદિકને હાથપગમાં માર માર્યાનો બનાવ બહાર આવ્યો છે.

આ બનાવ અંગે વધુમાં આરોપી મહિલા મટુબેનએ ફરીયાદી સાદિકને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી સાદિકને શરીરે જુદા જુદા ભાગોમાં ઇજા પહોંચાડતા આ સમગ્ર મામલે ફરિયાદી સાદિકએ ઉપરોક્ત આરોપીઓ વિરુદ્ધ કલ્યાણપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતા તમામ સામે ગુનો નોંધી વધુ તપાસ કલ્યાણપુર પોલીસે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...