તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:હંસ્થળમાં ખેડુત યુવાન પર 4 શખસોનો હુમલો

ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાકડી-ખરપિયા વડે માર મારીને ધમકી

ખંભાળિયા તાલુકાના હંસ્થલ પાદરવાડી વિસ્તારમાં રહેતા મેરામણભાઈ પરબતભાઇ માડમે પોતાના પર લાકડી-ખરપિયા વડે હુમલો કરી ઇજા પહોચાડી,ઢીંકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે સ્થાનિક પોલીસ મથકમાં કારા ડાડુભાઇ માડમ, ખીમા નાથાભાઇ માડમ ઉપરાંત ભગા માડમ સામે ફરીયાદ નોંધાવી છે.

ભોગગ્રસ્ત યુવાન બાઇક પર વાડીએ જઇ રહયો હતો ત્યારે રસ્તામાં કારા ડાડુભાઈ માડમ, ખીમા નાથાભાઈ માડમ તથા રાજશી ડાડુભાઈ માડમએ એક સંપ થઈ લાકડી તથા ખરપિયાથી માર મારી તેમજ થોડે દુર આરોપી ભગા કારૂભાઈ માડમએ રસ્તામાં પકડી અને શરીરે ઢીકાપાટુનો માર મારી ધક્કો મારી પછાડીને ગાળો ભાંડયાનુ જાહેર થયુ છે.આટલુ જ નહી, આરોપીઓએ “ અમારા વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ કરીશ તો તને જાનથી મારી નાખીશું એવી ધમકી ઉચ્ચાર્યાનુ ફરીયાદમાં જાહેર થયુ છે.

અન્ય સમાચારો પણ છે...