જૂની અદાવત:મીઠાપુર ગામમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ

ખંભાળિયા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 8 શખસોની સામે પોલીસે ગુનો નોંધ્યો

મીઠાપુરના નાગેશ્વર વાડી વિસ્તારમાં રહેતા જેઠાભા સુમણીયા અને વનરાજભા માણેક, હરેશભા માણેક, ડિકાભા સુમણિયા તથા બાલુભા સુમણિયા સાથે અગાઉ ચૂંટણી વખતે થયેલ બોલાચાલીનો ખાર રાખી વનરાજભાએ જેઠાભાને માથામાં લોખંડનો પાઇપનો ઘા કરી ગાળો દીધી હતી. ચારેય આરોપીઓએ જેઠાભાને તથા બાબુભાને લોખંડના પાઇપ તથા લાકડાના ધોકા વડે શરીરે માર મારતા માથાના ભાગે તથા શરીરે ઇજાઓ પહોંચી હતી. આ સમગ્ર મામલે જેઠાભાએ આરોપીઓ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

સામાં પક્ષે વળતી ફરિયાદ નોંધાવી હતી કે, જેઠાભા સુમણિયા, બાબુભા સુમણિયા, રણમલભા સુમણિયા તથા સામરાભા સુમણિયાનાઓએ અગાઉ ચૂંટણી વખતે થયેલ બોલાચાલીનો ખાર રાખી આરોપી જેઠાભાએ ફરિયાદી વનરાજભા લઘુભા માણેકને હાથમાં લોખંડનો પાઇપ મારી ફેકચર કરી તથા માથાના ભાગે ઇજાઓ કરી હતી.

તેમજ હરેશભાને બાબુભાએ માથાના ભાગે લાકડાના ધોકા વડે ફૂટ ઇજા તથા શરીરે વાસાના ભાગે મુંઢ માર માર્યો હતો અને રણમલભા તથા સામરાભાએ વનરાજભાને તથા સાહેદ હરેશભાને મુંઢ માર મારી અપશબ્દોનો પ્રયોગ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા વનરાજભા માણેક વિરુદ્ધ મીઠાપુર ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...