તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:પીર લાખાસર ગામે 2 પક્ષોમાં સશસ્ત્ર અથડામણ, 8 સામે ગુનો

ખંભાળિયાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • લગ્નમાં ન ગયા હોવાનું મનદુ:ખ રાખી બન્ને પરીવારો બાખડયા
 • ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, પોલીસ તપાસ શરૂ

ખંભાળીયા તાલુકાના પીર લાખાસર ગામે સુમરા પરિવારનાં બે પક્ષો વચ્ચે લોખંડની પાવડી, લાકડીઓ, કુહાડી જેવા હથિયારો વડે અથડામણ થઈ હતી. જેમાં બન્ને પક્ષોએ સામ સામે ફરિયાદ નોંધાવતા 8 શખ્સો સામે ગુન્હો નોંધાયો છે.

પોલીસ દફતરેથી જાહેર થયેલ વિગત મુજબ ખંભાળીયા તાલુકાના પીર લાખાસર ગામના અવેશભાઈ જુમાભાઈ સુમરા ખફી ઉવ.21 ફરિયાદ નોંધાવી હતી કે પીર લાખાસર ગામના ગુલમામદભાઈ સુલેમાનભાઈ સુમરા, સુલતાનભાઈ ગુલમામદભાઈ સુમરા, મુસાભાઈ ગુલમામદભાઈ સુમરા અને રમજાનભાઈ ગુલમામદ સુમરાને લગ્નમાં બોલાવેલ ના હોય જેનું મનદુઃખ રાખીને ગાળો બોલી લોખંડની પાવડી, લાકડીઓ જેવા હથિયારો વડે હુમલો કરી મુમતાઝબેન તથા નૂરમામદભાઈને ઇજાઓ પહોંચાડી હતી. પોલીસે ઉપરોક્ત ચાર આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધ્યો હતો.

સામાં પક્ષે સુલતાનભાઈ ગુલમામદભાઈ સુમરા ઉવ.37 તેના પરિવાર જનો અવેશભાઈના લગ્નમાં ગયેલ ન હોય જેનું મનદુઃખ રાખીને નૂરમામદભાઈ સુલેમાનભાઈ સુમરા, ગફારભાઈ નૂરમામદભાઈ સુમરા, હુશેનભાઈ નૂરમામદ સુમરા,અવેશભાઈ જુમાભાઈ સુમરાએ ભૂંડા બોલી લાકડી તથા લોખંડના પાઈપ, કુહાડી જેવા હથિયારો વડે હુમલો કરી અમીનાબેન તથા ગુલમામદભાઈને સામાન્ય ઇજાઓ તથા રમજાનભાઈ તથા મુસાભાઈને માથામાં તથા ફેક્ચર જેવી ઇજાઓ પહોંચાડતા પોલીસે સુલતાનભાઈની ફરિયાદ ઉપરથી ઉપરોક્ત ચાર આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધ્યો હતો.

આ પ્રકરણમાં પોલીસે બન્ને પક્ષે સામ- સામે 8 શખ્સો સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.જુથ અથડામણથી નાના એવા પીરલાખાસર ગામમાં સારી એવી ચકચાર મચી જવા પામી છે. બન્ને પક્ષોના ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જયા પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યાે હતો. પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો